હિમાચલમાં આકાશી આફતઃઠેર ઠેર ભૂસ્ખલન, શાળાઓમાં રજા જાહેર

હાઈવે પર ભૂસ્ખલન થવાને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. ભારે વરસાદને કારણે તંત્રએ શિમલા, મંડી અને ઉનામાં શાળાઓમાં રજા જાહેર કરી છે.

himachal


શિમલા

હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદને કારણએ ભૂસ્ખલનની ઘટના વધી રહી છે. જેને કારણે શિમલા, મંડી, સોલન, ઉનામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. સોલનમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેને કારણએ નાલાગઢમાં પણ દુર્ઘટના થઈ અને એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.


એડીએમ વિવેક ચંદેલે આપેલી માહિતી પ્રમાણે ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધી ચૂક્યુ છે. લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે. સાથે જ ભૂસ્ખલનનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. કાલકા શિમલા હાઈવે પર મોટા પથ્થર અને જમીન ધસી રહી છે. જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

બિલાસપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. ઠેર ઠેર રસ્તા પર વાહનો ફસાયેલા છે. બિલાસપુર નજીકના ઝરલોગ ગામમાં રહેણાંક મકાન પર ભૂસ્ખલન થતા દાદી-પૌત્રીનું મોત નીપજ્યું.

himachall


અત્યાર સુધીમાં 13ના મોત, 580 કરોડનું નુક્સાન
હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાદળ ફાટવાને કારણે અને ભૂસ્ખલન અને મકાન તૂટી પડવાને કારણે વધુ મોત નીપજ્યા છે. તો 558 મકાન ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા છે. જ્યારે 80 મકાનોનું નામોનિશાન નથી. વરસાદે એવો કેર વર્તાવ્યો છે કે નુક્સાનનો આંકડો 580 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે.

હાઈવે પર ભૂસ્ખલન થવાને કારણે કરોડો રૂપિયાનું નુક્સાન તો થયું જ છે, સાથે સાથે વાહનવ્યવહાર પણ ઠપ થઈ રહ્યો છે. સથી વધુ લોક નિર્માણ વિભાગને 361 કરોડનું નુક્સાન થયું છે. વરસાદને કારણે સિંચાઈ તેમજ જનસ્વાસ્થ્ય વિભાગની 1397 પીવાના પાણી અને સિંચાઈની યોજનાને અસર થઈ છે, અને 117 કરોડનું નુક્સાન થયું ચે. તો

શિમલામાં સૌથી વધુ નુક્સાન
રાજ્યમાં સૌથી વધુ નુક્સાન શિમલામાં થયું છે. શિમલામાં 1.58 કરોડનું નુક્સાન થયું છે. જ્યારે કાંગડામાં 1 કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે.

જીવલેણ વરસાદ, 3ના મોત
હિમાચલમાં સતત પડી રહેલો વરસાદ મોત વરસાવી રહ્યો છે. સોલનના બરોટીવાલામાં ભારે વરસાદને કારણએ એક પરિવારના ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો નદી નાળા ભયજનક સપાટી પર હોવાને કારણે 50થી વધુ રોડ રસ્તા બંધ છે.

હજી બે દિવસ નહીં મળે રાહત
હવામાન વિભાગે 14 ઓગસ્ટ સુધી સિરમોર, શિમલા, સોલન, કાંગડા, મંડી અને ઉનામાં ભારે વરસાદની આગાહી કરી છે. પાછલા 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં ખાસ ફરક નથી નોંધાયો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નયનાદેવીમાં 131 મિલિમીટર વરસાદ નોંધાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK