લગભગ સાડાચાર વર્ષે દેશની સૌથી મોટી રાજકીય હત્યાના કેસનો નિકાલ આવી રહ્યો છે.
૨૦૧૪ની ૧૭ જાન્યુઆરીએ દિલ્હીની હોટેલ લીલામાં કૉન્ગ્રેસના નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનો મૃતદેહ તેમની રૂમમાંથી મળ્યો હતો. ત્યારથી માંડીને અત્યાર સુધી તેનો હત્યારો કોણ હશે એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે. હવે દિલ્હી પોલીસે એના ફાઇનલ રિપોર્ટમાં શશી થરૂરના નામનો સમાવેશ કર્યો છે. શશી થરૂર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સેક્શન ૨૦૧ (પુરાવાઓ સાથે ચેડાં કરવા) માટે વધુમાં વધુ દસ વર્ષની સજા થઈ શકે છે. એ જ રીતે આત્મહત્યા કરવા ઉશ્કેરવા માટે પણ વધુમાં વધુ દસ વર્ષની સજા થઈ શકે છે.
