હવેથી ૧૮ વર્ષથી નાની ઉંમરની પત્ની સાથેનું સેક્સ રેપ ગણાશે

સુપ્રીમ કોર્ટે IPCની કલમને ગેરબંધારણીય ગણાવી આપ્યો મહત્વનો ચુકાદો

Image result for Court Order Midday


સર્વોચ્ચ અદાલતે ૧૫થી ૧૮ વર્ષ સુધીની ઉંમરની પત્ની સાથે પતિના દેહસંબંધને બળાત્કાર નહીં ગણવાની જોગવાઈ ધરાવતી IPCની કલમને ગેરબંધારણીય ગણાવતો ચુકાદો આપ્યો છે. એ ચુકાદા દ્વારા સગીર વયની પત્ની સાથેનો સંબંધ બળાત્કાર ગણાશે.

બાળલગ્ન વિશેના કાયદા મુજબ લગ્ન માટે કન્યાની ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ, પરંતુ કોર્ટના ચુકાદા પ્રમાણે સગીર વયની પત્ની પતિએ શારીરિક સંબંધ બાંધ્યા પછી એક વર્ષમાં એ બાબતની ફરિયાદ નોંધાવે તો પતિની સામે બળાત્કારનો ગુનો નોંધાશે. સુપ્રીમ કોર્ટે‍ ૧૫ વર્ષથી ૧૮ વર્ષ સુધીની ઉંમરની પત્ની સાથે જાતીય સંબંધને બળાત્કાર ગણાવતી અરજીના અનુસંધાનમાં ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

સગીર વયની પત્ની સાથે જાતીય સંબંધના મુદ્દે સર્વોચ્ચ અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો. એ બાબતમાં કેન્દ્ર સરકારે એ વિષયમાં વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે પતિને રક્ષણ આપતી IPCની ૩૭૫મી કલમને અપવાદ માનવી જોઈએ. બાળવિવાહની બાબતોમાં એ સંરક્ષણ જરૂરી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને IPCની ૩૭૫મી કલમને રદ નહીં કરવા અને સંસદને એ બાબતમાં વિચારણા કરીને નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાનો અનુરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે ‘બાળલગ્ન સામાજિક સચ્ચાઈ છે અને એ બાબતે કાયદો ઘડવાનું સંસદનું કામ છે. અદાલત એમાં હસ્તક્ષેપ ન કરી શકે.’

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ‘સતીપ્રથા પણ સદીઓથી ચાલતી હતી. એને પણ ખતમ કરવામાં આવી. સદીઓથી ચાલતી પ્રથા યોગ્ય છે એવું માની ન લેવાય.’

બાળલગ્નની પ્રથા સદીઓથી ચાલતી હોવાથી સંસદ એને રક્ષણ આપતી હોવાની કેન્દ્ર સરકારની દલીલનો અર્થ ‘૧૫થી ૧૮ વર્ષ સુધીની ઉંમરની પત્ની સાથેના જાતીય સંબંધને બળાત્કાર નહીં માનવો’ એવો થાય છે. કોર્ટને જો એમ લાગે કે એ વલણ યોગ્ય નથી તો સંસદ એ બાબત પર પણ વિચારણા કરશે એવી રજૂઆત કેન્દ્ર સરકારે કરી હતી.

સગીર વયની પત્ની સાથે સંબંધ વિશેની અરજીની સુનાવણી દરમ્યાન બાળલગ્નની ગેરકાયદે પ્રવૃત્તિ માટે ફક્ત ૧૫ દિવસથી બે વર્ષ સુધીની સજાની જોગવાઈ સામે સર્વોચ્ચ અદાલતે પ્રશ્નો કર્યા હતા. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે બાળલગ્ન પ્રતિબંધિત હોવાથી એને માટે સજાની જોગવાઈ છે, પણ એને આકરી સજા કહી શકાય એમ છે? ખરેખર તો સજાનું આ પ્રમાણ નગણ્ય છે. આકરી સજાનો અર્થ IPCમાં છે. IPCમાં આકરી સજા ફાંસી છે, પરંતુ બાળલગ્ન બદલ સજાનું પ્રમાણ આકરું કહી શકાય એવું હોવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો હતો.

મૅરિટલ રેપના મુદ્દાની છણાવટ કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પુખ્ત પત્નીની મરજી વગર તેની સાથે જાતીય સંબંધ બાંધવાનો મુદ્દો એની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હોવાથી આ મુદ્દે એણે કોઈ છણાવટ કરી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy