શું આ પ્રાર્થના હિન્દુ ધર્મના પ્રચારરૂપે કરાય છે?

કેન્દ્રીય વિદ્યાલયમાં જ ભણેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને સવાલ ઊભો કર્યો

pray

કેન્દ્રીય વિદ્યાલયમાં ભણેલા એક વકીલે કેન્દ્રીય વિદ્યાલયોમાં સવારે થતી પ્રાર્થના પર સવાલ ઊભો કરતી જાહેર હિતની એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમણે સવાલ કર્યો છે કે શું આ પ્રાર્થના હિન્દુ ધર્મના પ્રચારરૂપે કરાવવામાં આવે છે? કોર્ટે અરજીને પગલે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પાસે આ બાબતે સ્પષ્ટતા માગી છે.

વકીલે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે કેન્દ્રીય સ્કૂલોમાં ૧૯૬૪થી માંડીને અત્યાર સુધી સવારની પ્રાર્થના હિન્દી-સંસ્કૃતમાં કરાવવામાં આવી રહી છે જે સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ છે. અરજીમાં આ માટે બંધારણના અનુચ્છેદ ૨૫ અને ૨૮નો હવાલો આપવામાં આવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી સ્કૂલોમાં ધાર્મિક માન્યતાઓ અને જ્ઞાનનો પ્રચાર કરવાને સ્થાને વૈજ્ઞાનિક તથ્યોને પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ.

આ સંદર્ભે કોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે અને હિન્દી અને સંસ્કૃતમાં કરવામાં આવતી પ્રાર્થનાથી હિન્દુ માન્યતાને પ્રોત્સાહન તો નથી મળતુંને એવો પ્રશ્ન કર્યો છે. કોર્ટે સર્વધર્મી પ્રાર્થના શા માટે નથી કરાવવામાં આવતી એવો પણ પ્રશ્ન કર્યો છે. અરજી કરનારા વિનાયક શાહ પોતે કેન્દ્રીય સ્કૂલમાં ભણ્યા છે. તેમણે અરજીમાં એ મુદ્દા પર વિશેષ ભાર મૂક્યો છે કે જ્યારે સ્કૂલમાં દરેક ધર્મના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો હોય છે તો પ્રાર્થના હિન્દુ ધર્મની શા માટે કરાવવામાં આવે છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK