આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિકને RJD અને RMCનું સમર્થન

તેજસ્વી યાદવ પણ પાટીદાર નેતાને મળવા આવે એવી શક્યતા

HARDIK



પાટીદારોને નોકરી અને શિક્ષણમાં અનામત તથા ગુજરાતના ખેડૂતોને લોનમાફી જેવી માગણીઓ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલને બેમુદત ઉપવાસના બીજા દિવસે ટીએમસી અને આરજેડી જેવા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું હતું. ગુજરાતમાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસે રાજ્યના શાસક પક્ષ ભાજપની ટીકા કરવા સાથે હાર્દિક પટેલને ટેકો આપ્યો હતો. બન્ને પક્ષના પ્રતિનિધિઓ ગઈ કાલે હાર્દિકને મYયા હતા.

હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યે ગ્રીનવુડ રિસૉર્ટ પાસેના ઘરમાં પોતાના ટેકેદારો અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોની હાજરીમાં ઉપવાસ શરૂ કર્યા હતા. ગઈ કાલે બળેવના તહેવારે હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે મહિલાઓની કતાર લાગી હતી. આગામી દિવસોમાં ય્થ્Dના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ તથા અન્ય આગેવાનો હાર્દિક પટેલની મુલાકાતે જાય એવી શક્યતા છે.

ગઈ કાલે સરકારી હૉસ્પિટલના ડૉક્ટરોએ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ચેકઅપ કરનારી ડૉક્ટરોની ટીમે જણાવ્યું હતું કે હાર્દિક પટેલની હેલ્થ નૉર્મલ છે અને તેમને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે. હાર્દિકના ટેકેદારોએ સમર્થન માટે સાથે બેસીને પ્રતીકાત્મક ઉપવાસ કર્યો હતો અને ભજનો ગાયાં હતાં.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK