ભારત આગળ ચીન ફરી એકવાર ઝુક્યુ

નસરોવર યાત્રા માટે નાથુ લા પાસ ખોલવાની ચીનની તૈયારી

china


તિબેટને રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રા ફરી શરૂ કરવા બાબતે મંત્રણા આગળ ધપાવવાની તૈયારી દર્શાવતાં ચીને બ્રહ્મપુત્ર નદીના પાણી વિશેના આંકડા અત્યારે ઉપલબ્ધ કરાવવાની અક્ષમતા દર્શાવી છે. તિબેટના આંકડા સંગ્રહ કેન્દ્રને અપગ્રેડ કરવામાં આવતું હોવાથી બ્રહ્મપુત્ર નદીના જળસંગ્રહ અને ફાળવણી વિશેના આંકડા ઉપલબ્ધ કરાવવા અશક્ય હોવાનું ચીને જણાવ્યું છે. અગાઉ બ્રહ્મપુત્ર નદી બાબતે આ વર્ષના આંકડા ચીને હજી સુધી આપ્યા નહીં હોવાનું ભારતે જણાવ્યું હતું.

દ્વિપક્ષી સંબંધોમાં તંગદિલી ઘટાડવાના સંકેતો આપતાં ચીનના વિદેશપ્રધાનના પ્રવક્તાએ મીડિયા પ્રતિનિધિઓ સમક્ષ તિબેટને રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા લોકો માટે સિક્કિમનો નાથુ લા પાસનો માર્ગ ફરી ખોલવા બાબતે ભારત સાથે સંવાદ આગળ ધપાવવાની તૈયારી દાખવી હતી. સિક્કિમની ડોકલામ સરહદના વિવાદને કારણે ચીને ગયા જૂન મહિનાની મધ્યમાં ભારતના કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ માટે નાથુ લા પાસનો રસ્તો બંધ કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy