ગુલાબી તસવીર બતાવી રેલવેપ્રધાને ભાડાંમાં કર્યો વધારો

પૅસેન્જરોના ભાડામાં મામૂલી વધારો કરવામાં આવ્યો છે. સબર્બન ટ્રેનમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો થશે, જ્યારે મેલ/એક્સપ્રેસ સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિલોમીટર ત્રણ પૈસાનો અને સ્લીપર ક્લાસમાં પ્રતિ કિલોમીટર પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

dinesh-rantએસી ચૅરકાર, થ્રી ટિયર એસી, ફસ્ર્ટ ક્લાસમાં પ્રતિ કિલોમીટર દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ટૂ ટિયર એસીમાં પ્રતિ કિલોમીટર ૧૫ પૈસાનો અને એસી ફસ્ર્ટ ક્લાસમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

 

મિનિમમ ભાડું અને પ્લૅટફૉર્મ ટિકિટના પાંચ રૂપિયા કરવામાં આવ્યા છે.

‘અપ્લાસ્ટિક અનેમિયા’ અને ‘સીકલ સેલ અનેમિયા’ જેવી બીમારીથી પીડાતા પેશન્ટને ટૂ ટિયર એસી, થ્રી ટિયર એસી, એસી ચૅરકાર અને સ્લીપર ક્લાસમાં ૫૦ ટકા કન્સેશન મળશે.

અજુર્ન અવૉર્ડ મેળવનારાઓ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં મફત ટ્રાવેલ કરી શકશે.

ટ્રાવેલ ડિસ્ટન્સ ‘ઇઝ્ઝત સ્કીમ’ ૧૦૦ કિલોમીટરને બદલે ૧૫૦ કિલોમીટર રહેશે.

પૅસેન્જરના મોબાઇલમાં ઈ-ટિકિટના એસએમએસને વૅલિડ રિઝર્વેશનના પ્રૂફ તરીકે ગણવામાં આવશે.

ટ્રેન વિશેની માહિતી પૅસેન્જરોને એસએમએસ અને ઇન્ટરનેટની મદદથી મળે એ માટે સૅટેલાઇટ-બેઝ્ડ રિયલ ટાઇમ ટ્રેન ઇન્ફર્મેશન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

બહારગામની ટ્રેનમાં ટ્રાવેલ કરતા પ્રવાસીઓને આગામી સ્ટેશનની અને કેટલા વાગ્યે એ આવશે એની માહિતી મળે એ માટેનાં ઇન્ડિકેટર્સ ડબ્બામાં લગાવવામાં આવશે.

મેઇન સ્ટેશનો પર ૩૨૧ એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. એમાં વર્ષ ૨૦૧૨-’૧૩માં ૫૦ જેટલાં એસ્કેલેટર્સ શરૂ કરવામાં આવશે.

સ્થાનિક વિસ્તારની વાનગીઓ રેલવેમાં રાહતદરે મળી શકશે. એસએમએસ કે ઈ-મેઇલ દ્વારા ખાવાનો ઑર્ડર આપી શકાશે, જેમાં પૅસેન્જરને વિવિધ ચૉઇસ મળી શકશે.

ટિકિટ કઢાવવા માટે સિક્કા અથવા તો ચલણી નોટથી ઑપરેટ થતાં ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે.

આદર્શ સ્ટેશન તરીકે કુલ મળીને ૯૨૯ જેટલાં સ્ટેશનોનું અપગ્રેડેશન કરવામાં આવશે. એમાં વર્ષ ૨૦૧૨-’૧૩માં ૮૪ રેલવે-સ્ટેશનોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૪૯૦ જેટલાં સ્ટેશનોનું કામ પૂરું થઈ ગયું છે.

મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં શારીરિક રીતે અક્ષમ લોકો માટે અલગથી ડબ્બો ડિઝાઇન કરીને રાખવામાં આવશે.

રાજધાની, શતાબ્દી અને દુરૉન્તો જેવી ટ્રેનોમાં રેલબંધુ મૅગેઝિન રાખવામાં આવશે.

મહત્વનાં સ્ટેશનો પર એસી એક્ઝિક્યુટિવ લાઉન્જ બનાવવામાં આવશે.

૭૫ નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે.

૨૧ નવી પૅસેન્જર સર્વિસ, ૯ ડેમુ અને ૮ મેમુ ટ્રેન શરૂ કરવામાં આવશે.

૩૯ જેટલી ટ્રેનોને એક્સ્ટેન્ડ કરવામાં આવશે.

૨૩ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારવામાં આવશે.

મુંબઈમાં ૭૫ નવી લોકલ સર્વિસનો વધારો કરવામાં આવશે. કલકત્તામાં ૪૪ નવી ટ્રેનસર્વિસ શરૂ કરવામાં આવશે. કલકત્તા મેટ્રો માટે ૫૦ નવી સર્વિસ શરૂ કરવામાં આવશે. ૧૮ નવી સર્વિસ ચેન્નઈમાં વધારવામાં આવશે.

વર્ષ ૨૦૧૨-’૧૩માં ૭૨૫ કિલોમીટર નવી રેલવેલાઇન, ૭૦૦ કિલોમીટર લાઇન ડબલિંગ, ૮૦૦ કિલોમીટર ગેજ કન્વર્ઝન અને ૧૧૦૦ કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશન કરવાનો ટાર્ગેટ છે. ૬૮૭૨ કરોડ રૂપિયા નવી લાઇન માટે, ૨૨૯૩ કરોડ રૂપિયા ડબલિંગ માટે, ૧૯૫૦ કરોડ રૂપિયા ગેજ કન્વર્ઝન માટે અને ૮૨૮ કરોડ રૂપિયા ઇલેક્ટ્રિફિકેશન માટે ફાળવવામાં આવશે. સિગ્નલિંગ માટે ઍડ્વાન્સ ટેક્નૉલૉજી વાપરવામાં આવશે.

રાયબરેલી કોચ ફૅક્ટરીએ ૨૦૧૧-’૧૨માં ૧૦ ડબ્બા બનાવ્યા હતા, ફૅક્ટરીના બીજા તબક્કાનું કામ ૨૦૧૨-’૧૩માં શરૂ થશે.

ઓડિસાના ગંજામ જિલ્લામાં આવેલા સીતાપલીમાં વૅગન ફૅક્ટરી નાખવામાં આવશે.

કેરળ સરકારના સહકારથી પલક્કડમાં રેલ કોચ ફૅક્ટરી ઊભી કરવામાં આવશે. કોચ બનાવવા માટે વધારાના બે મૅન્યુફૅક્ચરિંગ યુનિટ સંબંધિત રાજ્ય સરકારના સપોર્ટથી ગુજરાતના કચ્છમાં અને કર્ણાટકના કોલારમાં નાખવામાં આવશે.

પશ્ચિમબંગના શ્યામનગરમાં હાઇ-પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ મૅન્યુફૅક્ચરિંગ કરવાની ફૅક્ટરી નાખવામાં આવશે.

રેલવેના આધુનિકીકરણ માટે ટેક્નૉક્રેટ સૅમ પિત્રોડા કમિટીએ કરેલી ભલામણને એક મિશન તરીકે શરૂ કરવામાં આવશે.

રેલવે ટેરિફ રેગ્યુલેટરી ઑથોરિટી સ્થાપવા બાબતે વિચારણા થશે.

રેલવે બોર્ડમાં સેફ્ટી/રિસર્ચ અને પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ)/માર્કેટિંગમાં નવા મેમ્બરોનો સમાવેશ કરવામાં આવશે.

લેવલ ક્રૉસિંગ બંધ કરવા માટે રેલ-રોડ ગ્રેડ સેપરેશન કમિટીનું ગઠન કરવામાં આવશે.

સ્ટેશનોનું રીડેવલપમેન્ટ પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણ મુજબ કરવા માટે ઇન્ડિયન રેલવે-સ્ટેશન ડેવલપમેન્ટ કૉપોર્રેશનની કમિટી સ્થાપવામાં આવશે.

નૅશનલ હાઇ-સ્પીડ રેલ ઑથોરિટી સેટ-અપ કરવામાં આવશે.

છ રૂટ પર હાઇ-સ્પીડ કૉરિડોરનો સ્ટડી કરવામાં આવ્યો છે. દિલ્હી-જયપુર-અજમેર-જોધપુરનો સ્ટડી ૨૦૧૨-’૧૩માં કરવામાં આવશે.

ઉત્તરબંગનાં ગાઢ જંગલોમાંથી પસાર થતી ‘ગ્રીન ટ્રેન’ દાખલ કરવામાં આવશે.

સોલર એનર્જી પર ચાલતાં ગ્રીન એનર્જી સ્ટેશનોમાં ૨૦૦ રેલવે-સ્ટેશનોને આવરી લેવામાં આવશે.

લેવલ ક્રૉસિંગ ગેટ પર સોલર લાઇટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

બહારગામની ટ્રેનોના ડબ્બાઓમાં ૨૫૦૦ જેટલાં બાયો-ટૉઇલેટ્સ બેસાડવામાં આવશે.

પશ્ચિમબંગ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ૭૨ એમવી કૅપેસિટી ધરાવતા વિન્ડમિલ પ્લાન્ટ નાખવામાં આવશે.

૨૦૨ સ્ટેશનો પર ૨૦૧૨-’૧૩માં ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવશે.

૩૫૦૦ ટ્રેનોમાં પ્રવાસીઓની સુરક્ષા માટે આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે-પોલીસ) તહેનાત કરવામાં આવશે.

આરપીએફની હેલ્પલાઇન સાથે ઑલ ઇન્ડિયા પૅસેન્જર હેલ્પલાઇનનું સંકલન કરવામાં આવશે.

કાકોડકર કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણને ધ્યાનમાં રાખીને રેલવે સેફ્ટી ઑથોરિટી સેટ-અપ કરવામાં આવશે.

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની સ્કિલ ડેવલપ કરવા માટે લખનઉ, ખડગપુર અને બૅન્ગલોરમાં સેફ્ટી વિલેજ સ્થાપવામાં આવશે.

૨૦૧૨-’૧૩માં એક લાખ જેટલા લોકોને રેલવે-સ્ટાફ તરીકે રિક્રૂટ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બૅકવર્ડ ક્લાસ અને અન્ય કૅટેગરીના બૅકલૉગ દૂર કરવામાં આવશે.

દર વર્ષે ૧૦ રેલ સ્પોટ્ર્સ પર્સનને રેલ ખેલરત્ન અવૉર્ડ આપવામાં આવશે.

રિશી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ૧૭૫મી જન્મજયંતી નિમિત્તે તેમના જન્મસ્થાન નૈહાટીમાં નવું કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવશે.

ત્રિપુરાના અગરતલાને બંગલા દેશના અખાઉરા સાથે કનેક્ટ કરવાનો પ્રોજેક્ટ ૨૦૧૨-’૧૩માં શરૂ કરવામાં આવશે.

કલકત્તાથી દિલ્હી વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ૧૭ કલાકને બદલે ૧૪ કલાકનો કરવામાં આવશે.

પાંચ વર્ષમાં લેવલ ક્રૉસિંગ ગેટ બંધ કરવામાં આવશે.

નવી મુંબઈના પનવેલમાં નવું કોચિંગ કૉમ્પ્લેક્સ ડેવલપ કરવામાં આવશે અને કલંબોલીમાં કોચ મેઇન્ટેનન્સ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. એ માટે મહારાષ્ટ્ર સરકારની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત નવી મુંબઈથી દેશના બીજા ભાગમાં રૂટ કનેક્ટ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવશે.

વેઇટિંગ ટિકિટ હોય એવા પૅસેન્જરોને બીજી ટ્રેનમાં ટિકિટ ફાળવવામાં આવશે. એ માટે ઑલ્ટરનેટ ટ્રેન અકૉમોડેશન સિસ્ટમ (એટીએએસ)ને શરૂ કરવામાં આવશે.

હાઇ સ્પીડ પૅસેન્જર રેલ કૉરિડોરમાં ટ્રેનો ૨૫૦થી ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાક દોડશે. એમાં છ રૂટનો સમાવેશ છે. આ ઉપરાંત પુણે-મુંબઈ-અમદાવાદ કૉરિડોરનો સ્ટડી પૂરો કરવામાં આવ્યો છે.

દિનેશ ત્રિવેદીનો શાયરાના અંદાઝ

અબતક કી કામયાબિયાં તુમ્હારે નામ કરતા હૂં

હર એક લગન કો ઝૂક કર સલામ કરતા હૂં

€ € €

જાન હે તો જહાન હૈ

€ € €

હાથ કી લકીરોં સે ઝિંદગી નહીં બનતી

અઝ્મ હમારા ભી કુછ હિસ્સા હૈ

ઝિંદગી બનાને મેં

€ € €

દેશ કી રગો મેં દૌડતી હૈ રેલ

દેશ કે હર રગ કો જોડતી હૈ રેલ

ધર્મ, જાતિ-પાતિ નહીં જાનતી હૈ રેલ

છોટે-બડે સભી કો માનતી હૈ રેલ

€ € €

ફૌલાદી હૈ સીના અપના

ફૌલાદી હૈ બાહેં

હમ ચાહે તો પૈદા કર દેં

ચટ્ટાનો મેં રાહેં

€ € €

મંઝિલ તો અભી દૂર હૈ

આૈર રાસ્તા જટિલ હૈ

કન્ધા મિલા કે સાથ ચલે

તો કુછ નહીં મુશ્કિલ હૈ

સાથ મિલકર જો હમ પટરિયાં બિછાએંગે

તો દેખતે હી દેખતે સબ રાસ્તે ખૂલ જાએંગે

€ € €

કંધે ઝૂક ગએ હૈં

કમર લચક ગઈ હૈ

બોજા ઉઠા-ઉઠા કર

બેચારી રેલ થક ગઈ હૈ

રેલગાડી કો નયા અસર ચાહિએ

ઇસ સફર મેં મુઝકો આપસા હમસફર ચાહિએ

€ € €

રેલગાડી કી છુક-છુક મેં હી

આમ આદમી કી ધક-ધક હૈ

રેલગાડી કી બરકત મેં હી

દેશ કી બરકત હૈ

રેલગાડી કો કુછ દુલાર કી ઝરૂરત હૈ

થોડી રાહત થોડી ચાહત, થોડે પ્યાર કી ઝરૂરત હૈ

રેલગાડી કી છુક-છુક મેં હી

આમ આદમી કી ધક-ધક હૈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK