મારાં દાદીના હત્યારાઓ સાથે અમે બૅડ્મિન્ટન રમતાં : રાહુલ

કૉન્ગ્રેસના પ્રમુખે કહ્યું કે મારા પપ્પાના ખૂનીઓને મેં અને મારી બહેને માફ કરી દીધા છે

rahul

કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે ‘પપ્પા રાજીવ ગાંધીના હત્યારાઓને હું અને મારી બહેન પ્રિયંકા ગાંધી સંપૂર્ણ માફ કરી ચૂક્યાં છીએ, કારણ કે અમારા માટે લોકોને ધિક્કારવાનું કામ ખૂબ મુશ્કેલ છે.’

સિંગાપોરમાં IIMના એક્સ-સ્ટુડન્ટ્સ સાથે સંવાદ દરમ્યાન રાહુલ ગાંધીએ પપ્પા રાજીવ ગાંધી અને ગ્રૅન્ડમધર ઇન્દિરા ગાંધીની હત્યાઓ વિશે બોલતાં જણાવ્યું હતું કે ચોક્કસ વિચારોને વળગી રહેવાની શી કિંમત ચૂકવવી પડે છે એ અમારી ફૅમિલી જાણે છે. રાહુલ ગાંધી હાલમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોના પાંચ દિવસના પ્રવાસના ભાગરૂપે સિંગાપોર પહોંચ્યા હતા. IIMના કાર્યક્રમ પહેલાં રાહુલ ગાંધીએ ભારતના સ્વાતંત્ર્યની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનારી આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝના સ્મારક પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી સિંગાપોરના વિદેશપ્રધાન તથા અન્ય પ્રધાનોને પણ મળ્યા હતા.

બીજું શું-શું કહ્યું રાહુલ ગાંધીએ?


અમે જાણતા હતા કે મારા પપ્પા મૃત્યુ પામશે. અમે જાણતા હતા કે મારી ગ્રૅન્ડમધર મૃત્યુ પામશે. રાજકારણમાં તમે અયોગ્ય પરિબળો સાથે ટકરાઓ અને નિશ્ચિત ભૂમિકા સ્વીકારીને એને વળગી રહો ત્યારે મૃત્યુ નિર્ધારિત હોય છે.

હું અને મારી બહેન પ્રિયંકા પપ્પાના હત્યારાઓને માફ કરી ચૂક્યાં છીએ. અમે નાખુશ અને દુ:ખી હતાં, વર્ષો સુધી ક્રોધિત પણ હતાં; પરંતુ અમે ખરેખર હત્યારાઓને સંપૂર્ણ માફ કરી ચૂક્યાં છીએ. કારણ જે હોય એ, પણ અમને કોઈ પણ પ્રકારની હિંસા પસંદ નથી.

ગ્રૅન્ડમધરની હત્યા કરવામાં આવી ત્યારે હું ૧૪ વર્ષનો હતો. એ વખતમાં જે સિક્યૉરિટી ગાર્ડ્સની સાથે હંષ બૅડ્મિન્ટન રમતો હતો એ ગાડ્ર્સે ૧૯૮૪માં મારાં ગ્રૅન્ડમધરની હત્યા કરી હતી. ત્યાર પછી મારા ફાધરની હત્યા કરવામાં આવી. માણસ ચોક્કસ માહોલમાં રહે; સવાર, બપોર અને સાંજ પંદર-પંદર જણથી ઘેરાયેલા રહે તો એને વિશિષાધિકાર કહેવાય એવું હું માનતો નથી. હું માનું છું કે એ ઘણી અઘરી પરિસ્થિતિ છે.

રાજકારણમાં દેખાતી ન હોય પણ નુકસાન કરી શકે એવી બાબતોનો અમે મુકાબલો કરીએ છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK