શરદ પવાર રાહુલ ગાંધીને મળવા ખાસ દિલ્હી ગયા

મરાઠા લીડરે કૉન્ગ્રેસના ચીફને ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી

sharad

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJPને શિકસ્ત કેવી રીતે આપી શકાય એ વિશેની ચર્ચા કરવા ગઈ કાલે કૉન્ગ્રેસના ચીફ રાહુલ ગાંધી NCPના ચીફ શરદ પવારને મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને મળવા માટે જ શરદ પવાર ખાસ એક દિવસ મુંબઈથી દિલ્હી આવ્યા હતા. પવારને મળવા રાહુલ તેમના જનપથસ્થિત સરકારી નિવાસસ્થાને પહોંચ્યા હતા. બન્ને વચ્ચે લગભગ ૪૫ મિનિટ વાતચીત થઈ હતી. એમાં શરદ પવારે રાહુલ ગાંધીને વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં રણનીતિ નક્કી કરવા કેટલાંક સૂચનો કયાર઼્ હતાં તેમ જ કેટલીક ટિપ્સ પણ આપી હતી.

rahul

પવારે રાહુલને ટિપ્સ આપતાં પવારે જણાવ્યું કહ્યું હતું કે ‘તમારે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર વિશેષ પણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જો આ ત્રણ રાજ્યોમાં કૉન્ગ્રેસ BJPને હટાવીને સત્તા પર આવે તો આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસ તો મજબૂત થશે જ, રાજકારણમાં તમારું કદ પણ વધશે. ત્રણે રાજ્યોમાં કૉન્ગ્રેસે ગુજરાત અને કર્ણાટકની જેમ જ આક્રમક પ્રચાર કરવો જોઈએ અને આ ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની રણનીતિનો પાયો મજબૂત કરે.’

રાહુલ ગાંધી જોકે શરદ પવારને આ પ્રથમ વાર નથી મળ્યા. આ અગાઉ પણ તેઓ વચ્ચે-વચ્ચે પવારને મળતા રહે છે. રાહુલનું શરદ પવારને વારંવાર મળવું એ વાત પ્રત્યે ઇશારો કરે છે કે વિરોધ પક્ષોની એકતા માટે રાહુલ ગાંધી ગંભીર છે અને તેઓ પવારના લાંબા સમયના રાજકીય અનુભવનો ફાયદો મેળવવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy