વિજય માલ્યા દેશ છોડીને ભાગ્યા એ પહેલાં ભાજપના સિનિયર લીડરોને મળ્યા હતા

કૉન્ગ્રેસના ચીફે લંડનમાં કહ્યું કે મોદી સરકાર દ્વારા ન્યાયતંત્ર, ચૂંટણીપંચ અને RBIના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે

rahul



લંડનમાં ઇન્ડિયન જર્નલિસ્ટ્સ અસોસિએશન (UHA) તથા ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસ (IOC)ને કરેલા સંબોધનમાં રાહુલ ગાંધીએ ભાજપની સરકાર પર પ્રહારોનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પત્રકારોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ મોદી સરકારની આંખ આડા કાન કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિને કારણે વિજય માલ્યા જેવા બિઝનેસમેનો બૅન્કો સાથે ફ્રૉડ કરીને દેશ છોડીને નાસી જતા હોવાનું જણાવ્યું હતું. એ આરોપનો જવાબ હજી ભાજપે આપ્યો નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘ભારત છોડી જતાં પહેલાં વિજય માલ્યા ભાજપના કેટલાક સિનિયર લીડરોને મYયા હોવાના દસ્તાવેજી પુરાવા છે. એ નેતાઓનાં નામો હું જાહેર નહીં કરું.’

ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના સભ્યોને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રની મહત્વની સંસ્થાઓ ન્યાયતંત્ર, ચૂંટણીપંચ અને ય્ગ્ત્ના મોદી સરકારે લીરેલીરા ઉડાવી દીધા છે. ૨૦૧૪ પહેલાં ભારતમાં જરાય વિકાસ થયો ન હોવાનું કહીને નરેન્દ્ર મોદીએ ભારતીયોની મશ્કરી કરી છે. ભારતના દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, લઘુમતીઓ અને ગરીબોને કહેવામાં આવે છે કે તમને કંઈ મળવાનું નથી. એ લોકો અવાજ ઉઠાવે તો તેમના પર જુલમ ગુજારવામાં આવે છે. SC/ST (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટને લગભગ ખતમ કરી નાખવા ઉપરાંત તેમની સ્કૉલરશિપ્સ બંધ કરવામાં આવી છે. આજે ભારતમાં લોકોને ધર્મ અને જાતિના નામે ભેદભાવ દ્વારા વિભાજિત કરવામાં આવે છે. સમાજના વંચિતો અને રહિતો સાથે દગો કરવામાં આવે છે અને અનિલ અંબાણી જેવા લોકોને લાભ થાય છે.’

હું વડા પ્રધાન બનવાની આકાંક્ષા નથી રાખતો : કૉન્ગ્રેસ ચીફ


કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે જણાવ્યું હતું કે ‘હું વડા પ્રધાન બનવાની આકાંક્ષાઓ રાખતો નથી. નેતૃત્વના મુદ્દે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી જ નિર્ણય લેવાશે. હું એવી સ્પર્ધામાં નથી. હું તો વિચારો અને આદર્શોની લડાઈ લડી રહ્યો છું. ૨૦૧૪ પછી મારામાં મોટું પરિવર્તન આવ્યું છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ અને RSSને ઉખાડીને ફેંકી દીધા પછી વિરોધ પક્ષો વચ્ચે નેતૃત્વ બાબતે ચર્ચાઓ થશે.’

રાહુલને કરવામાં આવ્યો પ્રશ્ન : ગાંધી અટક સિવાય તમારી શી લાયકાત?

‘સમૃદ્ધ પરિવાર અને ગાંધી અટક સિવાય તમારી શી લાયકાત?’ એ સવાલનો બ્રિટનમાં પણ રાહુલ ગાંધીએ સામનો કરવો પડ્યો હતો. બ્રિટનમાં IJAના કાર્યક્રમમાં એક પત્રકારે ‘ગાંધી અટક સિવાય તમારી પાસે શું છે?’ એવો સવાલ પૂછ્યો ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘મારી વાત સાંભYયા વગર તમારે કોઈ નિષ્કર્ષ પર આવવું ન જોઈએ. તમે શું ઇચ્છો છો? તમે મારા પરિવારની નિંદા કરશો કે મારી ક્ષમતાના આધારે મારા વિશે અભિપ્રાય બાંધશો? એ તમારે નક્કી કરવાનું છે, મારે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK