નરેન્દ્ર મોદીનું માનસ દલિતવિરોધી છે : રાહુલ ગાંધી

કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દલિતવિરોધી માનસ ધરાવવાનો આક્ષેપ કરતાં ૨૦૧૯ની ચૂંટણીમાં BJPની હાર પછી સમાજના નબળા વર્ગના લોકોના હિત માટે કામ કરનારી સરકાર આવશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.

rahul



BJP દ્વારા ST/ST (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટનો પ્રભાવ ઓછો કરવા બદલ દલિત સંગઠનો દ્વારા આયોજિત વિરોધમાં નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જે રાજ્યોમાં BJPની સરકાર છે ત્યાં દલિતોને ખુલ્લેઆમ મારવામાં આવે છે અને તેમનાં હિતો કચડવામાં આવે છે.

 

રાહુલ ગાંધીએ જંતર-મંતર પર આયોજિત વિરોધસભામાં જણાવ્યું હતું કે ‘શરૂઆતથી બધું જ એક ચોક્કસ ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું છે. જો નરેન્દ્ર મોદીના દિલમાં દલિતો માટે સ્થાન હોત તો તમામ નીતિઓ જુદી જ રીતે ઘડવામાં આવી હોત. ગુજરાતમાં તેમણે પોતાના ભાષણનું એક પુસ્તક બહાર પાડ્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે દલિતોને સફાઈકામ કરવાથી આધ્યાત્મિક સંતોષ મળે છે. આ લાઇનો તેમના વિચારો અને વિચારસરણી પર પ્રકાશ પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, BJP અને ય્લ્લ્ નથી ઇચ્છતાં કે દલિતો શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં સહભાગી થાય.’

કૉન્ગ્રેસ ચીફ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં વધુમાં જણાવ્યું હતું કે ‘તેમની વિચારસરણી દલિતવિરોધી છે. દલિતો તેમ જ નબળા વર્ગના લોકો જાણે છે કે તેમના હૃદયમાં દલિતો અને સમાજના નબળા વર્ગના લોકો માટે કોઈ સ્થાન નથી. આથી જ અમે તેમના વિરોધમાં ઊભા છીએ અને ૨૦૧૯માં BJPને હરાવીને દલિતો, સમાજના નબળા વર્ગના લોકો, આદિવાસીઓ અને ખેડૂતો માટેની સરકાર રચાશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK