૨૦૧૯માં BJPને ૨૩૦થી વધારે બેઠકો નહીં મળે એટલે મોદીના વડા પ્રધાન બનવાનો પ્રશ્ન જ નથી આવતો : રાહુલ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJP ૨૩૦ બેઠકો પણ જીતી નહીં શકે. એ સંજોગોમાં મોદી ફરી દેશના વડા પ્રધાન બનવાનો પ્રfન ઊભો નથી થતો. ઉત્તર પ્રદેશ અને બિહારમાં BJP સિવાયના પક્ષો સાથે ગઠબંધન ન કરવાની પ્રાથમિક જાહેરાત ભાજપનું નેતૃત્વ કરી ચૂક્યું છે. 

RAHUL




કૉન્ગ્રેસના ચીફ કહે છે મારાં લગ્ન થઈ ગયાં છે, મારી પાર્ટી સાથે હૈદરાબાદમાં સ્થાનિક અખબારો, સામયિકો તથા અન્ય પ્રસાર માધ્યમોના તંત્રીઓએ લગ્ન કરવા વિશે પૂછેલા સવાલોના જવાબમાં કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘હું પહેલેથી પરણેલો છું. મેં મારા પક્ષ કૉન્ગ્રેસ સાથે લગ્ન કરી લીધાં છે.’

BJP સિવાયના પક્ષોને બહુમત મળે તો એવી મોરચા સરકારમાં વડા પ્રધાનપદની ઉમેદવારી સંબંધી સવાલોના જવાબો આપવાનું રાહુલ ગાંધીએ ટાળ્યુ હતું. નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બનવાની શક્યતા ન હોવાનું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

બીજું શું-શું કહ્યું રાહુલ ગાંધીએ?

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJP ૨૩૦ બેઠકો પણ જીતી નહીં શકે. એ સંજોગોમાં મોદી ફરી દેશના વડા પ્રધાન બનવાનો પ્રfન ઊભો નથી થતો. ઉત્તર પ્રદેશ અને બિહારમાં BJP સિવાયના પક્ષો સાથે ગઠબંધન ન કરવાની પ્રાથમિક જાહેરાત ભાજપનું નેતૃત્વ કરી ચૂક્યું છે. 

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મોરચાના પક્ષોને બહુમતી મળે તો વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ બને એ બાબતમાં હું વિચારણા કરીશ. કૉન્ગ્રેસના રાજ્ય સ્તરના એકમોને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન વિશે નર્ણિય લેવાની સત્તા સોંપવામાં આવી છે. ૨૦૧૯ના એપ્રિલ-મે મહિનામાં અપેક્ષિત તેલંગણ વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસની જીતનો મને આત્મવિશ્વાસ છે. આંધþ પ્રદેશમાં કૉન્ગ્રેસની સ્થિતિમાં ૨૦૧૪ની સરખામણીમાં ઘણો સુધારો થયો છે. દેશમાં લઘુમતી સમુદાયો અસલામતી અનુભવે છે. સરકારે ખેડૂતોની સમસ્યાઓના નિવારણ અને બેરોજગારોને નોકરીધંધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં તાકીદે પ્રયત્નો કરવા અનિવાર્ય છે. મોદીજી દર

વર્ષે રોજગારના બે કરોડ અવસરો ઉપલબ્ધ કરાવવાનું વચન નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ચીન ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ લોકોને રોજગાર આપે છે અને એટલા સમયગાળામાં ભારતમાં ફક્ત ૪૫૮ નાગરિકોને રોજગાર મળે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK