નીરવ મોદી બ્રિટનમાં, CBIએ પ્રત્યાર્પણની શરૂ કરી તૈયારી

નીરવ મોદી વિરુદ્ધ જૂન મહિનામાં રેડ કૉર્નર નોટિસ રજૂ કરવામાં આવી હતી. તે બ્રિટનમાં જ હોવાની ખબર પડતાં તેના પ્રત્યાર્પણ માટે આવશ્યક એવાં પગલાં લેવાની વિનંતી CBIએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને કરી છે. બ્રિટન સરકારે રેડ કૉર્નર નોટિસને આધારે નીરવ મોદીને તાબામાં લેવાની વિનંતી પણ CBIએ કરી છે.

niran modi




ભારત સરકારે ફરાર ઘોષિત કરેલા પંજાબ નૅશનલ બૅન્કના ૧૩,૪૦૦ કરોડ રૂપિયાના ગોટાળાપ્રકરણના મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટનમાં જ હોવાની માહિતી બ્રિટન સરકારે સત્તાવાર રીતે આપી છે. આ માહિતી બાદ CBIએ નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે તાત્કાલિક તૈયારી શરૂ કરી છે.

નીરવ મોદી વિરુદ્ધ જૂન મહિનામાં રેડ કૉર્નર નોટિસ રજૂ કરવામાં આવી હતી. તે બ્રિટનમાં જ હોવાની ખબર પડતાં તેના પ્રત્યાર્પણ માટે આવશ્યક એવાં પગલાં લેવાની વિનંતી CBIએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને કરી છે. બ્રિટન સરકારે રેડ કૉર્નર નોટિસને આધારે નીરવ મોદીને તાબામાં લેવાની વિનંતી પણ CBIએ કરી છે.

પંજાબ નૅશનલ બૅન્કના ગોટાળાની ખબર પડી એના અઠવાડિયા પહેલાં જ નીરવ મોદી, તેમનાં પત્ની અમી મોદી, તેમના ભાઈ વિશાલ, મામા મેહુલ ચોકસી સાથે જાન્યુઆરીમાં જ દેશબહાર નીકળી ગયાં હતાં. મેહુલ ચોકસી ઍન્ટિગામાં હોવાનું કહેવાય છે. ધંધાકીય અને આરોગ્યનું કારણ આપી બન્નેએ ભારત આવવાનો ઇનકાર કરી દીધો હતો. નીરવ મોદી વિવિધ દેશમાં રહેતા હોવાનું શરૂઆતમાં કહેવાતું હતું. એ માટે ભારતીય તપાસ સિસ્ટમે છ દેશનો સંપર્ક પણ સાધ્યો હતો. હવે તે બ્રિટનમાં જ હોવાની ખબર પડી છે. આર્યની વાત છે કે ભારતીય બૅન્ક સાથે ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરનારા વિજય માલ્યા પણ બ્રિટનમાં જ છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK