લેને કે દેને પડ જાએંગે : નરેન્દ્ર મોદીની આવી ધમકીની કૉન્ગ્રેસીઓએ કરી રાષ્ટ્રપતિને ફરિયાદ

કર્ણાટકના ચૂંટણીપ્રચારમાં નરેન્દ્ર મોદીની આ ધમકી વિશે કૉન્ગ્રેસે રાષ્ટ્રપતિને કરી ફરિયાદ, કહ્યું કે વડા પ્રધાન હોદ્દાને શોભે એવી ભાષા વાપરે

modi

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસના અન્ય સિનિયર લીડરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૉન્ગ્રેસના નેતાઓ કે અન્ય પાર્ટીના નેતાઓ વિરુદ્ધ અનિચ્છનીય અને ધમકીભરી ભાષામાં વાત કરતા રોકે. તેમણે આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાનનો વ્યવહાર તેમના પદની મર્યાદાને અનુરૂપ નથી. કૉન્ગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ આ પત્ર ટ્વીટ કર્યો છે.

કર્ણાટકના હુબલીમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન વડા પ્રધાન મોદીએ હિન્દીમાં ભાષણ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ કે નેતા કાન ખોલકર સુન લીજિએ, અગર સીમાઓં કો પાર કરોગે તો યે મોદી હૈ, લેને કે દેને પડ જાએંગે. કૉન્ગ્રેસે આ ભાષણને આપત્તિજનક ગણાવતાં રાષ્ટ્રપતિને વડા પ્રધાનને ચેતવણી આપવા કહ્યું છે. પત્રમાં કૉન્ગ્રેસે ભાષણની યુટ્યુબ લિન્ક પણ આપી છે.

પત્રમાં બીજું શું-શું લખ્યું છે....


વડા પ્રધાન ચૂંટણીપ્રચારમાં પણ આવી ધમકીભરી ભાષાનો પ્રયોગ કરી ન શકે.

તેઓ આવી ભાષા વાપરે તો એનો મતલબ એ છે કે તેઓ અંગત અને રાજકીય દુશ્મનાવટનું વેર વાળવા આમ કરી રહ્યા છે. ભારતના વડા પ્રધાન બંધારણની રૂએ સ્પેશ્યલ પોઝિશન ધરાવે છે.

અત્યાર સુધીના પ્રત્યેક વડા પ્રધાને પોતાના પદની મર્યાદાનું પાલન કર્યું છે. ભારત જેવા લોકશાહી દેશમાં વડા પ્રધાનપદ પરની વ્યક્તિ આ રીતે ધમકીની ભાષામાં વાત કરે એ વિચારવું પણ મુશ્કેલ છે.

વડા પ્રધાને કૉન્ગ્રેસના લીડરોને જે ધમકી આપી છે એને વખોડી કાઢવાની જરૂર છે. ૧.૩ અબજની વસ્તી ધરાવતા દેશના બંધારણીય રીતે ચૂંટાયેલા વડા પ્રધાનની આવી ભાષા હોઈ ન શકે.

આવી ભાષા જાહેરમાં કે ખાનગીમાં વાપરવામાં આવે તો એ અસ્વીકાર્ય છે. તેમણે જે ભાષા વાપરી છે એ ધમકીભરી અને ડરામણી છે અને એનો ઉદ્દેશ અપમાન કરવાનો અને શાંતિનો ભંગ કરવાનો છે.

આવી ધમકીઓથી અમારી પાર્ટી કે અમારા લીડરો ડરી જવાના નથી.

બંધારણીય વડાની હેસિયતથી રાષ્ટ્રપતિ વડા પ્રધાન અને તેમની કૅબિનેટને સલાહ તેમ જ માર્ગદર્શન આપવાની સત્તા ધરાવે છે.

કોણે-કોણે સહી કરી છે?

વડા પ્રધાન મોદીની વિરુદ્ધ પત્રમાં કૉન્ગ્રેસના જે લીડરોએ સહી કરી છે એમાં મનમોહન સિંહ ઉપરાંત પી. ચિદમ્બરમ, અશોક ગેહલોટ, દિગ્વિજય સિંહ, કમલ નાથ, મુકુલ વાસનિક, મોતીલાલ વોરા, અંબિકા સોની, આનંદ શર્મા, એ. કે. ઍન્ટની અને અહમદ પટેલ સામેલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK