જહાં સે ગુઝરેં તુમ્હારી નઝરેં ઉધર સે તુમ્હેં સલામ આએ

રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુનું સ્વાગત કરતાં કહ્યું કે એક ખેડૂતનો દીકરો આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો એ ભારતની પરિપક્વ લોકશાહીની સાબિતી છે

naidu

રાજ્યસભાના નવા ચૅરમૅન વેન્કૈયા નાયડુનું સ્વાગત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ પહેલા એવા ઉપરાષ્ટ્રપતિ છે જે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હોય, વળી તેઓ રાજ્યસભામાં લાંબો સમય સુધી સક્રિય રહ્યા હોવાથી એની કામગીરીને સારી રીતે જાણે છે.

ગુરુવારે હામિદ અન્સારીનો કાર્યકાળ સમાપ્ત થતાં નાયડુએ ચાર્જ સંભાળ્યો હતો. નાયડુએ શરૂ કરેલી વિવિધ ગ્રામવિકાસ યોજનાની પ્રશંસા કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘વેન્કૈયા નાયડુએ દેશને પ્રધાન મંત્રી ગ્રામ વિકાસ યોજનાની ભેટ આપી હતી. વેન્કૈયા નાયડુ એક ખેડૂતના દીકરા છે. વળી ગરીબીનિવારણ પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે હંમેશાં ગરીબોના વિકાસને જ પ્રાધાન્ય આપ્યું હતું.’

વડા પ્રધાનના મતે એક ખેડૂતનો દીકરો આટલા ઉચ્ચ હોદ્દા પર છે એ ભારતની પરિપક્વ લોકશાહીની સાબિતી છે. પોતાના ભાષણનું સમાપન કરતાં મોદીએ એક શૅર કહ્યો હતો, ‘અમલ કરો ઐસા સદન મેં, જહાં સે ગુઝરેં તુમ્હારી નઝરેં, ઉધર સે તુમ્હેં સલામ આએ.’

ગઈ કાલે વેન્કેયા નાયડુએ એક ભવ્ય સમારોહમાં દેશના તેરમા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

હવે હું છું ઑલ-પાર્ટી મૅન : વેન્કૈયા નાયડુ

રાજ્યસભાના ચૅરમૅન તરીકેનો કાર્યભાર સંભાળીને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ નવી ભૂમિકામાં પોતાને જાતને ઑલ-પાર્ટી મેન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમને કોઈ પણ ખાનદાનનું સમર્થન પ્રાપ્ત નથી. પોતાના પહેલા ભાષણમાં તેમણે તમામ સંસદસભ્યોને અપીલ કરી હતી કે દેશને આગળ લઈ જવાની દિશામાં એકજૂટ થઈને કામ કરે. નાયડુએ કહ્યું હતું કે ‘હવે હું ઑલ-પાર્ટી મૅન છું. તમામ પક્ષીય રાજકારણથી પર છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy