સત્તા મેળવવાનાં વિરોધ પક્ષોનાં સપનાં પૂરાં નહીં થાય : મોદી

તેમણે કહ્યું કે જે લોકો આંખમાં આંખ મિલાવી શકતા નથી તેઓ સત્તા મેળવવા એક થઈ રહ્યા છે, વિપક્ષ તરીકે પણ તેઓ વામણા પુરવાર થયા છે, ૨૦૨૨ સુધીમાં નૂતન ભારતના નિર્માણનો અમારો સંકલ્પ

modi

BJPની કારોબારીની બે દિવસની બેઠકની ગઈ કાલે પૂર્ણાહુતિ બાદ કેન્દ્રના કાયદા અને ન્યાય વિભાગના પ્રધાન રવિશંકર પ્રસાદે એ બેઠકની કાર્યવાહીની માહિતી આપી હતી. આખરી દિવસની ચર્ચા દરમ્યાન NDA ગઠબંધનમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ૭૦ ટકા કરતાં વધારે સ્વીકાર્યતાને બિરદાવતાં વિરોધ પક્ષોનાં સત્તા મેળવવાનાં ધોળા દિવસનાં સપનાં સાકાર નહીં થાય એવો દાવો કરવામાં આવ્યો હતો. ૨૦૨૨ સુધીમાં ‘નૂતન ભારતના નિર્માણના સંકલ્પ’ સાથે ‘આઓ મિલકર કમલ ખિલાએં’નો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો હતો. બેઠકમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષ નકારાત્મક રાજકારણમાં વ્યસ્ત છે ત્યારે BJP પાસે ‘નેતા, નીતિ અને રણનીતિ’ તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ‘અજેય ભારત, અટલ BJP’નું સૂત્ર આપ્યું હતું.

BJP ૫૦ વર્ષ સુધી સત્તામાં રહેશે : અમિત શાહ


BJPની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અંતે કેન્દ્રના પ્રધાન રવિશંકરે પક્ષના પ્રમુખ અમિત શાહના પ્રવચનની વિગતો પણ જણાવી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે ‘૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમે સહેજ પણ આરામ કર્યો નથી. મોદીજીએ ૧૫૦૦ દિવસોમાં ૩૦૦ લોકસભા મતક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે. ૨૦૦૧માં મોદીજી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યાર પછી ઉત્કૃષ્ટ કામગીરીને લીધે BJP એક પણ ચૂંટણી હારી નથી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અમે જીતીશું અને આવતાં પચાસ વર્ષ સુધી અમને કોઈ હટાવી નહીં શકે. અમે આ વાતો તુમાખી કે અહંકારથી કહેતા નથી પણ કેન્દ્રમાં અમારી સરકારના BJPના પર્ફોર્મન્સ અને મેળવેલી સિદ્ધિઓના આધારે આત્મવિશ્વાસ વ્યક્ત કરીએ છીએ, કારણ કે દેશનું રાજકારણ હવે કામગીરીની ઉત્કૃષ્ટતા અને આશા-અપેક્ષાના આધારે આગળ વધી રહ્યું છે.’

બીજું શું-શું કહ્યું વડા પ્રધાને?


વિપક્ષોમાં જે લોકો એકબીજાની સામે જોતા નહોતા અને એકબીજાની સાથે ચાલવા તૈયાર નહોતા એ લોકો આજે એકબીજાને ભેટવા મજબૂર થયા છે. મહાગઠબંધનમાં નેતૃત્વનાં ઠામઠેકાણાં નથી, નીતિ અસ્પષ્ટ છે અને દાનત ભ્રષ્ટ છે. અમે માનવીયતા સહિત વિકાસ ઇચ્છીએ છીએ. અમે દેશનો વૈભવ સાદગીની ધરતી પર ઇચ્છીએ છીએ.

કૉન્ગ્રેસના નેતૃત્વને નાના પક્ષો પણ સ્વીકારવા તૈયાર નથી. અનેક પક્ષો એના નેતૃત્વને બોજ માને છે. એ નેતૃત્વ ન સ્વીકારવાની સ્થિતિ કૉન્ગ્રેસની અંદર પણ છે. નેતૃત્વના અભાવ અને અસ્પષ્ટ નીતિ સાથે ભ્રષ્ટ દાનત ધરાવતા વિપક્ષની સામે અમારા ‘સબકા સાથ સબકા વિકાસ’ કાર્યક્રમની ચર્ચા આખી દુનિયા કરી રહી છે.

૨૦૧૯માં અમારી સામે કોઈ પડકાર નથી. જે લોકો સરકાર ચલાવવામાં નિષ્ફળ ગયા એ લોકો વિરોધ પક્ષ તરીકે પણ નિષ્ફળ ગયા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એક પરિવારનાં ૪૮ વર્ષ અને અમારી સરકારના ૪૮ મહિનાની તુલના કરવામાં આવશે.

ગુજરાતમાં બે દાયકાથી વધારે વખતથી અમારી સરકાર છે. એ ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ છે. એથી જ અમારામાં સત્તાનો અહંકાર આવ્યો નથી. અમે સત્તાને ખુરસીરૂપે જોતા નથી. સત્તાને જનતા વચ્ચે કામ કરવાનું સાધન માનીએ છીએ.

અમે સંકલ્પને કારણે જીત્યા છીએ. અમારી નીતિ પણ છે અને રણનીતિ પણ છે. એમની પાસે કોઈ ઉચિત મુદ્દા પર સવાલ ઊભો કરવાની તાકાત નથી. એ લોકો મુદ્દા પર નથી લડતા અને કામ પર પણ નથી લડતા.

કૉન્ગ્રેસે ગરીબી હટાવવાના નામે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કર્યા પછી એ બધી ભૂલ થઈ હોવાનું કબૂલ્યું. કૉન્ગ્રેસે ફરી કહ્યું કે આર્થિક સુધારા કરવા છે, નવા રસ્તે જવું છે; પરંતુ એ બધી ગડમથલમાં ગરીબોને ફાયદો ન થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK