ઈમરાન ખાનના શપથગ્રહણમાં હાજરી આપી સિદ્ધુએ છેડ્યો વિવાદ, Pokના રાષ્ટ્રપતિની બાજુમાં બેઠા

પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા એટલું જ નહીં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બિલકુલ બાજુમાં બેઠા

sidhdhu


ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીને કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ નવો વિવાદ છેડી દીધો છે. જે ઉત્સા સાથે સિદ્ધુ ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ગયા હતા, તે ઉત્સાહમાં તેમણે એવી હરકત કરી, જેના પર સવાલ ઉઠી રહ્યા છે. તેઓ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ભેટ્યા એટલું જ નહીં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બિલકુલ બાજુમાં બેઠા.  હવે તેમના આ બંને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અને આ તસવીરો પર સવાલ ઉઠી રહ્યા છે.

બાજવાને ગળે મળ્યા સિદ્ધુ

ઈમરાના ખાનના શપથગ્રહણ સમારોહમાં સિદ્ધુ અને પાકિસ્તાન આર્મી ચીફ બાજવાની જે રીતે મુલાકાત થઈ, દેશનો એક વર્ગ તેને સહન નથી કરી શક્યો. શનિવારે સવારે જ ઈમરાન ખાનના શપથગ્રહમ પહેલા પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યું. ત્યારે સિદ્ધુનું પાકિસ્તાન આર્મી ચીફને ભેટવું લોકોને યોગ્ય નથી લાગી રહ્યું. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધુ ટ્રોલ થઈ રહ્યા છે..

PoKના રાષ્ટ્રપતિની બાજુમાં સિદ્ધુ

જ્યારે શપથગ્રહણ સમારોહમાં સિદ્ધુ પીઓકેના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેઠા ત્યારે લોકોનો ગુસ્સો વધુ ઉકળી ઉઠ્યો છે.

કાશ્મીરને લઈ  ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની જાણ આખી દુનિયાને છે. જે રીતે પાકિસ્તાન કાશ્મીરમાં આતંક ફેલાવે છે અને પાકિસ્તાનથી આવતા આતંકીઓ ખીણમાં ખૌફ ફેલાવે છે, તેવામાં સિદ્ધુનું મસૂદ ખાનની બાજુમાં બેસવું લોકોને યોગ્ય નથી લાગી રહ્યું.

Comments (1)Add Comment
...
written by hassan khawri, August 19, 2018
સંકુચિત માનસ નુ આના થી વધુ ખરાબ દૃષ્ટાંત હોય શકે !
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK