PNB કૌભાંડ: મેહુલ ચોક્સીએ જાહેર કર્યો વીડિયો, ED-CBI પર લગાવ્યો આરોપ

આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો જાહેર કર્યો

MEHUL COKSHI



પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને નિરવ મોદીના મામા મેહુલ ચોક્સીએ ઈડી અને સીબીઆઈ પર પોતાને ખોટી રીતે ફસાવવાનો દાવો કર્યો છે. આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો જાહેર કર્યો. આ વીડિયો એન્ટિગુઆથી જાહેર થયો છે જેમાં મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે. તેણે કહ્યું કે, 'ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.'

પાસપોર્ટ પર  લગાવાઈ રોક

આ વીડિયોમાં મેહુલ ચોક્સીએ પાસપોર્ટ ઓફિસ પર પણ આક્ષેપ કર્યા છે.મેહુલ ચોક્સીએ કહ્યું કે તેના પાસપોર્ટ પર રોક લગાવવામાં આવી છે. પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો ઇ-મેઇલ પણ ચોક્સીને મોકલ્યો. ફેબ્રુઆરી મહિનામાં તેણે મુંબઈની પાસપોર્ટની ઓફિસને તેના પાસપોર્ટ પરથી પ્રતિબંધ હટાવવા માટે ઇ-મેઇલ કર્યો. તેનો પાસપોર્ટ ઓફિસે કોઇ જવાબ ન આપ્યો.  

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર 13,000 કરોડનું પંજાબ નેશનલ બેંકના કૌભાંડ કરવાનો આરોપ છે. પીએનબી કૌભાંડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માંગ કરતી પોતાની અરજી અંગે ઇન્ટરપોલને એક રિમાઇન્ડર મોકલ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈની એક કોર્ટમાં ચોક્સી વિરુદ્ધ ઇડી દ્વારા એક આરોપપત્ર દાખલ કર્યા પછી તેના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા એક ધરપકડનો વોરંટ જાહેર કરવા માટે એક વિસ્તૃત અનુરોધ જૂનમાં મોકલવામાં આવ્યો હતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK