નોટબંધીના 2 વર્ષઃ જેટલી બોલ્યા, ઈરાદો નોટબંધીનો નહોતો

નાણા મંત્રી અરૂણ જેટલી બ્લોગ લખીને કહ્યું

જેટલી



આજે 8 નવેમ્બરે નોટબંધીને 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 2016માં આજના જ દિવસે પીએમ મોદીએ 500 અને 1000ની નોટબંધ કરવાની જાહેરાત કરી હતી જે બાદ દેશભરમાં હોહા મચી હતી. નોટબંધીને કારણે અનેક વેપાર ઉદ્યોગોના ફીંડલા વળી ગયા. તો દેશના અર્થતંત્રને નુક્સાન પહોંચ્યુ હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

જો કે નાણા પ્રધાન અરૂણ જેટલીએ નોટબંધીના 2 વર્ષે એવું નિવેદન આપ્યું છે જેના કારણે સરકારના આ નિર્ણય પર ફરી ચર્ચા શરૂ થઈ છે. નાણા મંત્રી અરૂણ જેટલી બ્લોગ લખીને કહ્યું છે કે,' અમારો ઇરાદો નોટબંધીનો નહોતો પણ દેશનાં અર્થતંત્રને ઔપચારિકરૂપ આપવાનો હતો. નોટબંધીનો વિરોધ કરાનારા લોકો પાસે અધુરી માહિતી છે અને ખોટી ટીકા કરે છે. નોટબંધીની ટીકા કરાનારા લોકો એવું કહે છે કે, નોટબંધી પછી તમામ પૈસા બેંકમાં પાછા આવી ગયા અને એટલે નોટબંધીની કોઇ અસર કાળાનાણા પર થઇ નથી. અમારા ઇરાદો હતો કે, નોટબંધી થકી ટેક્સ ચોરી કરનારા લોકોને પકડીએ અને તેઓ ટેક્સ ભરતા થાય.'

નોટબંધીના સરકારના નિર્ણયનો બચાવ કરતા જેટલીએ બ્લોગમાં લખ્યુ છે, “નોટબંધી દ્વારા દેશની અર્થવ્યવસ્થાને હચમચાવવાની જરૂર હતી. જેથી લોકો રોકડ રકમમાંથી ડિજીટલ સિસ્ટમ દ્વારા નાણા વ્યવહાર કરે અને ટેક્સ વ્યવસ્થા હેઠળ વધુને વધુ લોકોને લાવી શકાય.”


આ પણ વાંચોઃ વહુઓએ ઘરમાંથી કાઢી મૂક્યાં તો સાસુમા ભીખ માગીને લખપતિ બની ગયાં


અરુણ જેટલીએ એમ પણ જણાવ્યું કે, નોટબંધી પછી સરકારે બીજા પણ અગત્યનાં નિર્ણયો લીધા જેનાં કારણે દેશનું અર્થતંત્રએ ઔપચારિક રૂપ ધારણ કર્યું. સરકારે સૌથી પહેલા વિદેશમાં રહેલા કાળા નાણાને દેશમાં પાછા લાવવા માટે પગલા લીધા અને જે લોકોએ કાળા નાણા જાહેર ન કર્યા તેમની સામે બ્લેક મની એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી ચાલે છે અને જે લોકો પાસે કાળુ નાણું છે તેમની સામે પગલા લેવાઇ રહ્યાં છે. વધારે લોકોને ટેક્સના દાયરામાં આવરી લેવા એ પણ નોટબંધીનો મહત્વનો આશય હતો. સમાજનાં પછાત વર્ગો પણ અર્થતંત્રમાં જોડાય એ પણ આશય હતો. લોકોએ જનધન યોજના હેઠલ બેંકનાં ખાતા ખોલાવ્યા અને અને સરકારી લાભોની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થવા લાગી. આધાર કાર્ડને કારણે લાભાન્વિતો સુંધી તેનો લાભ પહોંચ્યો. હવે કોઇ વ્યક્તિ ટેક્સ ચોરી કરી શકશે નહીં.”


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK