BJPએ સુપરઇમર્જન્સી લાદી છે : મમતા બૅનરજી

આસામ ગયેલા TMCના પ્રતિનિધિમંડળને સિલ્ચર ઍરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યું, મમતા બૅનરજી ભડક્યાં, કહ્યું...

mamgta

નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના મુદ્દે ગઈ કાલે આસામ ગયેલા TMCના પ્રતિનિધિમંડળના સભ્યોને પોલીસે સિલ્ચર ઍરપોર્ટ પર રોક્યા બાદ બહાર જવા ન દીધા અને VIP લાઉન્જમાં બેસાડી રાખ્યા હતા. ઍરપોર્ટ પર છ સંસદસભ્યો અને બે વિધાનસભ્યો સહિતના પ્રતિનિધિમંડળના સભ્યોને પોલીસે હડસેલા મારીને અપમાનજનક વર્તન કર્યું હોવાનો આરોપ TMCના નેતાઓએ મૂક્યો હતો.

TMCનું પ્રતિનિધિમંડળ સિલ્ચરના ઑડિટોરિયમમાં સભા યોજવાનું હતું. TMCના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવા માટે સિલ્ચર પોલીસના ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અને પાંચ મૅજિસ્ટ્રેટ્સ ઍરપોર્ટ પર હાજર હતા.

પ્રતિનિધિમંડળના સભ્ય અને TMCના સંસદસભ્ય સુખેન્દુ શેખર રૉયે ટીવી ન્યુઝ-ચૅનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘સિલ્ચર ઍરપોર્ટ પર પોલીસે પ્રતિનિધિમંડળને રોકીને એમની મુલાકાતને પગલે અશાંતિ ફેલાવાની શક્યતા દર્શાવી હતી અને હડસેલા મારીને અપમાનજનક વર્તન કર્યું હતું. પ્રતિનિધિમંડળમાં મહિલાઓ પણ હતી. હું હૃદયરોગનો દરદી છું. પોલીસે અમને ઍરપોર્ટની બહાર નીકળવા ન દીધા. અમે શહેરમાં અશાંતિ ફેલાવવા માટે નહીં પણ જેમનાં નામ ફ્ય્ઘ્માંથી કાઢી નાખવામાં આવ્યાં છે તેમની સાથે વાત કરવા આવ્યા હતા. આ લોકશાહીની હત્યા છે.’

TMCનાં પ્રમુખ મમતા બૅનરજીએ સિલ્ચર ઍરપોર્ટ પર તેમના પક્ષના મહિલાઓ સહિતના પ્રતિનિધિમંડળ સાથે પોલીસના ગેરવર્તનનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ‘BJPએ દેશમાં સુપરઇમર્જન્સી લાદી છે. આ ઘટનાથી BJPના ઇરાદા ઉઘાડા પડી ગયા છે. કયા કાયદા હેઠળ TMCના પ્રતિનિધિમંડળને રોકવામાં આવ્યું એની સ્પષ્ટતા અમે સરકાર પાસે માગીએ છીએ.’

TMCના આસામ એકમના પ્રમુખનું રાજીનામું


NRC વિશે મમતા બૅનરજી ‘દીદી’ના બયાન સાથે અસંમતિને કારણે TMCના આસામ એકમના પ્રમુખ દ્વિપેન પાઠકે ગઈ કાલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આસામમાંથી બંગાળીઓને બહાર કાઢવા માટે NRC લાગુ કરવાનો આરોપ મૂકતા મમતાદીદીના બયાન સાથે હું અસંમત છું. તેમના એ બયાનથી તંગદિલી ફેલાવાની શક્યતા છે. તંગદિલી ફેલાવવા માટે TMCના આસામ એકમના પ્રમુખ તરીકે મને દોષી ઠેરવવામાં આવશે. એથી મેં હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK