મીડિયા સમક્ષ હવે મોઢું બંધ રાખજો : સુપ્રીમ કોર્ટ

ઇન્ટરવ્યુ આપવા બદલ સુપ્રીમ કોર્ટે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સના કો-ઑર્ડિનેટર અને રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાને આપ્યો ઠપકો, કહ્યું...

supreme

નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના મુદ્દે આપેલાં પ્રેસ-સ્ટેટમેન્ટ્સ બદલ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આસામના NRC કો-ઑર્ડિનેટર અને રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા (RGI)ને ઠપકો આપતાં જણાવ્યું હતું કે એ સ્ટેટમેન્ટ્સને કારણે અદાલતના તિરસ્કારના આરોપસર તેમને જેલમાં મોકલી શકાયા હોત. અદાલતે NRC કો-ઑર્ડિનેટર અને RGIને ભવિષ્યમાં પરવાનગી વગર મીડિયા સાથે વાતચીત કરવા પર નિયંત્રણો મૂક્યાં હતાં.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આસામના NRC કો-ઑર્ડિનેટર પ્રતીક હજેલા અને RGI સૈલેશનાં સ્ટેટમેન્ટ્સને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યાં હતાં અને NRCની કાચી યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોના દાવા અને વાંધા સંબંધી કાર્યવાહી બાબતે મીડિયા સાથે વાત કરવા પર નિયંત્રણો મૂક્યાં હતાં. ન્યાયમૂર્તિઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે ‘યાદી બાબતે રજૂ કરવામાં આવનારા વાંધા અને દાવા સાથે તમને કોઈ સંબંધ છે? તમે ન્યુઝપેપર્સમાં જે કંઈ કહ્યું એ બાબત સાથે તમને કંઈ સંબંધ છે? તમે અદાલતના અધિકારીઓ છો એ ભૂલશો નહીં. તમારું કામ અમારા નિર્દેશોનું પાલન કરવાનું છે. તમે આ રીતે અખબારો સમક્ષ કેવી રીતે જઈ શકો? એને કારણે તમને બન્નેને જેલમાં મોકલી શકાયા હોત.’

કોર્ટે બન્ને અધિકારીઓ દ્વારા સત્તાના ઉપયોગ સામે સવાલ કરતાં તેમને ઠપકો આપ્યો હતો અને મીડિયા સામે મોઢું બંધ રાખવાની સૂચના આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આસામના નાગરિકોની યાદી સંબંધી વાંધા અને દાવા સંબંધી કાર્યવાહી માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઘડવાની સૂચના આપી છે. ન્યાયમૂર્તિઓએ NRC કો-ઑર્ડિનેટર અને RGI પર ભાગ્યે જ એમના અખત્યારમાં આવતા મુદ્દા પર બયાનો આપવાનો આક્ષેપ કર્યો હતો.

તમે અદાલતના અધિકારીઓ છો એ ભૂલશો નહીં. તમારું કામ અમારા નિર્દેશોનું પાલન કરવાનું છે. તમે આ રીતે અખબારો સમક્ષ કેવી રીતે જઈ શકો? એને કારણે તમને બન્નેને જેલમાં મોકલી શકાયા હોત.

- સુપ્રીમ કોર્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK