JD(U)ને કોઈ જરાય કમ ન સમજે : નીતીશકુમાર

સીટોની ફાળવણીને મુદ્દે ગુરુવારે અમિત શાહ સાથે ચર્ચા થાય એ પહેલાં નીતીશકુમારે કહ્યું...

nitish

બિહારના મુખ્ય પ્રધાન અને JD(U)ના ચીફ નીતીશકુમાર છેલ્લા થોડા સમયથી તેમના મિત્રપક્ષ BJPને સખત સંદેશ આપી રહ્યા છે. તેઓ સતત કહી રહ્યા છે કે કોઈ JD(U)ને કમ ન સમજે.

ગઈ કાલે પટનામાં પત્રકારો સાથે વાત કરતાં નીતીશકુમારે કહ્યું હતું કે ‘અમે બન્ïને પક્ષ બિહારમાં સાથે કામ કરી રહ્યા છીએ અને બિહારની બહારના કોઈ મુદ્દાની ચર્ચા નથી કરતા. રાષ્ટ્રીય સ્તર પર અમે કોઈ ગઠબંધન નથી કયુંર્. JD(U)ને કોઈ કમ ન સમજે.’

૧૨ જુલાઈએ BJPના પ્રેસિડન્ટ અમિત શાહ બિહાર આવવાના છે અને નીતીશકુમારને મળવાના છે. બન્ïને સીટોની ફાળવણી વિશે ચર્ચા કરવાના છે. આ મીટિંગ પહેલાં નીતીશકુમાર તેમનું સખત વલણ બતાવી રહ્યા છે.

મુખ્ય પ્રધાન નીતીશકુમારે કહ્યું હતું કે ‘BJP તરફથી સીટોની અમને કોઈ ઑફર નથી મળી. BJP સાથે અમારા સંબંધોની વાત છે ત્યાં સુધી એને છોડીને બીજા કોઈ પક્ષ સાથે યુતિ કરવાની અમારી કોઈ યોજના નથી.’

એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર બોલતાં નીતીશકુમારે કહ્યું હતું કે ‘વૈચારિક સ્તર પર હું આનું સમર્થન કરું છું, પણ આજે એ માટેની અનુકૂળ પરિસ્થિતિ નથી. ૨૦૧૯ને ભૂલી જાઓ, ૨૦૨૪માં પણ એ શક્ય નથી. અનેક જોગવાઈઓ દૂર કરવી પડશે અને એને લાગુ પાડવા માહોલ બનાવવો પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy