પાકિસ્તાને ટેરર-અટૅકની કિંમત ચૂકવવી પડશે : નિર્મલા સીતારામન

ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન કહે છે કે જવાનોની શહાદતને એળે જવા નહીં દઈએ

attack1

સુંજવાન કૅમ્પ પરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને જવાબદાર ઠેરવતાં સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પાડોશી દેશે આની કિંમત ચુકવવી પડશે. સુંજવાનમાં સેનાનું ઑપરેશન પૂરું થયા બાદ સંરક્ષણપ્રધાને પત્રકાર-પરિષદ કરીને કહ્યું હતું કે ‘સુંજવાનમાં હુમલો જૈશ-એ-મોહમ્મદના લીડર મસૂદ અઝહરે કરાવ્યો હતો. ભારત પાકિસ્તાનને પુરાવાઓ આપીને થાક્યું, પણ હવે એણે આની કિંમત ચૂકવવી પડશે. શહીદોની શહાદત એળે નહીં જાય.’

attack

બીજું શું-શું કહ્યું?

હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે, કેમ કે સુરક્ષા એજન્સીઓને ખબર પડી ગઈ છે કે હુમલાખોરોને પાકિસ્તાનથી ઑર્ડરો મળી રહ્યા હતા.

પાકિસ્તાનને વારંવાર જણાવવામાં આવી રહ્યું છે, પુરાવાઓ આપવામાં આવી રહ્યા છે કે હુમલાઓની પાછળ એનો જ હાથ છે; પણ એના પર કોઈ અસર થતી નથી. હવે પાકિસ્તાને કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન હવે આતંકવાદને પીર પંજાલ રેન્જથી આગળ વધારી રહ્યું છે અને ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. ભારતનો કાઉન્ટર ટેરર પ્લાન અગાઉથી જ અમલમાં મુકાઈ ચૂક્યો છે.

જૈશ ઘણા સમય પહેલાંથી આ હુમલાની તૈયારી કરી રહ્યું છે. હાલ હુમલાની તપાસની જવાબદારી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે. એ જલદી જ એનો રિપોર્ટ આપશે.

મળેલી માહિતી મુજબ ચાર આતંકવાદીઓ હતા. શક્ય છે કે ચોથો આતંકવાદી ગાઇડ બનીને આવ્યો હોય અને કૅમ્પમાં ઘૂસ્યો જ ન હોય.

nirmala

પાકિસ્તાનને હવે સર્જિકલ સ્ટ્રાઇકનો ભય

જમ્મુમાં સુંજવાન આર્મી કૅમ્પ પર હુમલાની ઘટના બાદ હવે પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇકનો ભય સતાવી રહ્યો છે. ભારતે આર્મી કૅમ્પ પરના હુમલા માટે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને દોષી ઠરાવ્યું છે. આથી પાકિસ્તાનને ભય છે કે જેમ ઉડી પરના હુમલા બાદ ભારતીય સેનાએ અંકુશરેખા પાર કરી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ જ રીતે આ વખતે પણ ન કરે. આથી જ પાકિસ્તાને પહેલેથી જ ભારતને એક રીતે ચેતવણી આપી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy