વૈષ્ણોદેવીનાં દર્શન હવે રોજ ૫૦ હજાર ભક્તો જ કરી શકશે

નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઘોડા, ટટ્ટુ, ખચ્ચરના ઉપયોગને ધીરે-ધીરે દૂર કરવાનો પણ આદેશ આપ્યો

vaishnodevi


જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિરનાં દર્શન કરવા જતી વખતે સંભવિત અઘટિત બનાવ ટાળવા રોજ માત્ર ૫૦,૦૦૦ યાત્રાળુઓને મંદિરનાં દર્શનની મંજૂરી આપવામાં આવશે એમ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગઈ કાલે જણાવ્યું હતું. નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું હતું કે પગપાળા જાત્રા કરનારા લોકો માટે તેમ જ બૅટરી-ઑપરેટેડ કાર માટેનો રસ્તો ૨૪ નવેમ્બરથી ખુલ્લો મૂકવામાં આવશે.

એક ઍક્ટિવિસ્ટે જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિરની યાત્રામાં ઘોડાઓ અને પોનીનો ઉપયોગ રોકવા માટે કરેલી અરજીની સુનાવણી દરમિયાન ગ્રીન પૅનલે આ મુદ્દા પર સરકારનો જવાબ માગ્યો હતો, જેના પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો. કટરાથી વૈષ્ણોદેવી મંદિર સુધી યાત્રાળુઓ તેમ જ સામાન લઈ જવા માટે ઘોડા, ટટ્ટુ, ખચ્ચર અને ગઘેડાના ઉપયોગથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને પહોંચતા નુકસાન સંબંધે અરજીકર્તાએ ચિંતા દર્શાવી હતી.

આદેશમાં બીજું શું-શું કહ્યું...

મંદિર તરફ જતા આ નવા રસ્તા પર ઘોડા કે ખચ્ચરને લઈ જવાની પરવાનગી આપવામાં નહીં આવે તેમ જ જૂના માર્ગ પરથી પણ ધીમે-ધીમે આ પ્રાણીઓને દૂર કરવામાં આવશે.

મંદિરના માર્ગ પર તેમ જ કટરા શહેરની નજીક આવેલા બસ-સ્ટૉપ પર કચરો ફેંકનારને ૨૦૦૦ રૂપિયાનો દંડ થશે.

વૈષ્ણોદેવી ભવનમાં ૫૦,૦૦૦ કરતાં વધુ યાત્રાળુઓનો સમાવેશ થઈ શકે એમ ન હોવાથી જો યાત્રાળુઓની સંખ્યા ૫૦,૦૦૦ કરતાં વધી જશે તો વધારાના યાત્રાળુઓને અર્ધકુમારી કે કટરા નગરમાં રોકવામાં આવશે.

૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવનારો નવો માર્ગ ૨૪ નવેમ્બર સુધીમાં જનતા માટે ખુલ્લો મૂકવાનો રહેશે. એથી વધુ સમય આપવામાં નહીં આવે. સૂચિત તારીખ સુધીમાં માર્ગ ખુલ્લો નહીં મુકાય તો સંબંધિત અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy