દિલ્હીને લોહિયાળ કરવાનું ષડયંત્ર, 2 આતંકી ઝડપાયા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઈસ્લામિક ગ્રુફ ઓફ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરી છે

terror



દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઈસ્લામિક ગ્રુફ ઓફ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરી છે. આતંકીઓની ધરપકડ ગુરુવારે રાત્રે લાલ કિલ્લા પાસેના એસ સ્ટેન્ડ પરથી થઈ. પકડાયેલા બંને આતંકીઓ પરવેઝ રાશિદ અને જમશેદ જહૂર જમ્મુ કાશ્મીરના વતની છે, અને ઈસ્લામિક ગ્રુપ ઓફ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા છે.

પોલીસ હાલ બંને આતંકીઓની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ બંને આતંકી દિલ્હીમાં મોટા આતંકી હુમલાનો અંજામ આપવાની ફિરાકમાં હતા. જમશેદ જહૂરના પિતા જમ્મુ કાશ્મીર પોલીસમાં છે, તો પરવેઝના ભાઈનું મોત એન્કાઉન્ટરમાં થયું હતું. સ્પેશિયલ સેલના ડીસીપીના કહેવા મુજબ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આતંકીઓ પાસેથી પિસ્ટલ, 10 કારતૂસ અને ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આતંકીઓએ યુપીથી હથિયાર મેળવ્યા હતા, અને હથિયાર લઈને તેઓ કાસ્મીર જઈ રહ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે કરવાનો હતો.

જણાવી દઈએ કે ગુપ્તચર એજન્સીઓએ દેશમાં આતંકી પ્રવૃત્તિઓને લઈ ગૃહ મંત્રાલયને એલર્ટ આપ્યું હતું. ખાસ કરીને 15 ઓગસ્ટે આતંકીઓ દ્વારા કોઈ હુમલાને અંજામ અપાય તેવી શક્યતાને પગલે આ એલર્ટ અપાયું હતું. આ એલર્ટને પગલે દિલ્હી, એનસીઆરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK