રાહુલ ગાંધીને પોતાના કાર્યક્રમમાં આમંત્રણ આપશે RSS

સંઘ આગામી મહિને યોજાનારા પોતાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપી શકે છે

RAHUL SANGH



કોંગ્રેસ અધ્યક્ષ છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર સતત શાબ્દિક હુમલા કરી રહ્યા છે. આ આક્ષેપો સામે સંઘ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ જે માહિતી સામે આવી છે તે ચોંકાવનારી છે. મનાઈ રહ્યું છે કે સંઘ આગામી મહિને યોજાનારા પોતાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણ આપી શકે છે. સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે આ સંકેત આપ્યા છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.

આગામી મહિને દિલ્હીમાં છે સંઘનો કાર્યક્રમ

17થી 19 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીમાં સંઘનો કાર્યક્રમ યોજાવાનો છે. 'ભવિષ્યનું ભારતઃરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રષ્ટિકોણ' નામથી યોજનારા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આમંત્રણ અપાઈ શકે છે. મળતી માહિતી મુજબ રાહુલ ઉપરાંત સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચુરી સહિત અન્ય રાજકીય પક્ષના અધ્યક્ષ, સમાજના તમામ વર્ગના લોકોને સંઘ આમંત્રણ આપી શકે છે. રાજકારણ ઉપરાંત અન્ય ક્ષેત્ર અને સંગઠનના લોકોને પણ આમંત્રણ મળી શકે છે. આ કાર્યક્રમમાં 400થી વધુ લોકો સામેલ થશે. જેમાં વિદેશી રાજદૂતો પણ હશે.

રાહુલના નિશાને રહે છે RSS

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંઘ પર પ્રહાર કરવાની તક નથી ચૂક્તા. ત્યારે સંઘ તરફથી રાહુલ ગાંધીને આમંત્રણ મળવાના સમાચારથી રાજકારણમાં હલચલ મચી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ સંઘના કાર્યક્રમમાં સામેલ થવા મામલે પણ હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના કેટલાક નેતાઓ એટલે સુધી કે પ્રણબ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે જોવાનું એ રહે છે કે જો રાહુલ ગાંધીને સંઘનું આમંત્રણ મળે તો રાહુલ ગાંધી શું નિર્ણય કરે છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં પીએમ મોદીને ભેટ્યા બાદ રાહુલ ગાંધી વારંવાર નફરત નહીં પ્રેમનું રાજકારણ કરતા હોવાનું કહી ચૂક્યા છે.

સંઘ પર રાહુલ લગાવી ચૂક્યા છે ગંભીર આરોપ


હાલ રાહુલ ગાંધી જર્મનીના પ્રવાસે છે ત્યારે સંઘ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ સંઘ પર દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં. લંડનમાં તો રાહુલ ગાંધીએ સંઘની તુલના આરબ દેશના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી નાખી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બ્રધરહૂડ આરબ દેશોમાં સુન્ની મુસલમાનોનું ધાર્મિક અને રાજકીય સંગઠન છે. કેટલાક આરબ દેશમાં આ સંગઠન પર પ્રતિબંધ પણ મૂકાયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK