15 ઓગસ્ટ કે તેના પછી કરી રહ્યા છો મુસાફરી, તો આ જરૂર વાંચો, બદલાઈ રહ્યા છે ટ્રેનના સમય

સ્વતંત્રતા દિવસે રેલવેનું નવુ ટાઈમટેબલ અમલમાં આવશે. ઉત્તર રેલવેના જુદા જુદા સ્ટેશનથી ઉપડનારી રાજધાની, શતાબ્દી સહિત લગભગ 200 ટ્રેનનો સમય બદલાઈ રહ્યો છે. જો તમે 15 ઓગસ્ટ કે તેના પછી મુસાફરી કરી રહ્યા છો. તો ટ્રેનનો સમય જરૂર ચેક કરો.

railway



નવી દિલ્હી

નવું ટાઈમટેબલ

નવી દિલ્હીથી ઉપડતી બે રાજધાની એક્સપ્રેસનો નંબર પણ બદલાયો છે. તો રાજધાનીની જુદા જુદા સ્ટેશનથી ઉપડનારી 11 જોડી ટ્રેનના સ્ટેશન પણ બદલાયા છે. નવા ટાઈમટેબલમાં તેનો પણ ઉલ્લેખ હશે. નવા ટાઈમટેબલમાં 57 ટ્રેનનો ઉપડવાનો સમય વહેલો થયો છે, તો 58 ટ્રેનનો સમય મોડો કરાયો છે. આ જ રીતે 102 ટ્રેનના પહોંચવાના સમય વહેલા કરાયા છે, તો 84 ટ્રેનના પહોંચવાના સમય મોડા કરાયા છે.

ટાઈમટેબલને તર્કસંગત બનાવવા માટે કેટલીક ટ્રેનની મહત્તમ સ્પીડને જરૂરિયાત મુજબ વધુ કે ઓછી કરાઈ છે. આ જ કારણે કેટલીક ટ્રેનના ઉપડવાના-પહોંચવાના સમયમાં 5 મિનિટથી લઈને 1.50 કલાકનું પરિવર્તન કરાયું છે.

ડિબ્રુગઢ રાજધાની (20503)ના મુસાફરોનો 25 મિનિટનો સમય બચશે. આ ટ્રેન ડિબ્રુગઢથી સાંદે 7.25એ ઉપડે છે, જેને બદલીને સમય 7.50 કરાયો છે. તો અજમેર શતાબ્દીના મુસાફરો પણ ઓછા સમયમાં દિલ્હી પહોંચશે. આ ટ્રેનનો ઉપડવાનો સમય 3.45થી બદલીને 4.15 કરી દેવાયો છે. તો દિલ્હી સરાય રોહિલ્લાથી સાંજે 5.50 વાગે ઉપડથી જીટી એક્સપ્રેસ સાંજે 6.40એ રવાના થશે.

દિલ્હીથી કેટલીક ટ્રેન મોડી ઉપડશે

રાત્રે 9.30 વાગે દિલ્હી સરાય રોહિલ્લાથી દહેરાદૂન માટે ઉપડથી મસૂરી એક્સપ્રેસ રાત્રે 10.25એ ઉપડશે. તો બપોરે 3.30 વાગે ઉપડથી અજમેર જનશતાબ્દી એક્સપ્રેસ સાંજે 4.20 વાગે ઉપડશે. સાથે જ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડતી ઈન્દોર ઈન્ટરસિટી રાત્રે 9.10ના બદલે રાત્રે 10 વાગે રવાના થશે.

રાજધાની એક્સપ્રેસનો બદલાશે નંબર

નવી દિલ્હીથી ઉપડતી બે રાજધાની એક્સપ્રેસના નંબર બદલવાનો નિર્ણય કરાયો છે. અઠવાડિયામાં બે દિવસ ઉપડતી ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12435/12436)ના નંબર 21 ઓક્ટોબરથી બદલાઈને 20505/20506 થઈ જશે. તો દિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12235/12236)નો નંબર 18 ઓક્ટોબરથી બદલાઈને 20503/20504 થઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK