કેમ આશિષ ખેતાને 'આપ'થી ફાડ્યો છેડો, આ છે ઈનસાઈડ સ્ટોરી

આશિષ ખેતાને પક્ષના સંયોજક કેજરીવાલ તરફથી 15 ઓગસ્ટે મળેલા ઈ મેઈલ અંગે અંગત કારણોના લીધે રાજીનામુ આપ્યુ છે


AASHISH



આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને એક સપ્તાહમાં બેવડો ઝટકો લાગ્યો છે. AAPના વરિષ્ઠ નેતા અને વ્યવસાયે પત્રકાર રહી ચૂકેલા આશિષ ખેતાને પણ AAPથી છેડો ફાડ્યો છે. આશિષ ખેતાને પક્ષના સંયોજક કેજરીવાલ તરફતી 15 ઓગસ્ટે મળેલા ઈ મેઈલ અંગે અંગત કારણોના લીધે રાજીનામુ આપ્યુ છે. બીજી તરફ કહેવાય છે કે કેજરીવાલ તેમને મનાવવા મથી રહ્યા છે.

... એટલે ખફા થયા ખેતાન

મનાઈ રહ્યું છે કે કેટલાક દિવસો પહેલા દિલ્હી ડાયલોગ કમિશનના ઉપાધ્યક્ષ પદથી રાજીનામુ આપનાર આશિષ ખેતાન નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ફરી લડવા ઈચ્છતા હતા, જ્યારે પક્ષ બીજા કોઈને તક આપવા ઈચ્છે છે. આ જ કારણે આશિષ ખેતાને પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે. આશિષ ખેતાનના રાજીનામાને એક દબાણ તરીકે પણ જોવાઈ રહ્યું છે.

KHETAN


બીજી તરફ આશિષ ખેતાનના નજીકના લોકોનું કહેવું છે કે તે કાયદાના અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે, આ જ કારણે રાજીનામુ આપ્યુ છે. એક વાત એવી પણ છે કે વકીલાત કરવા માટે જ તેમણે દિલ્હી ડાયલોગ કમિશનમાંથી રાજીનામુ આપ્યુ હતું. કેજરીવાલના હવાલાથી એવી ચર્ચા પણ છે કે આશિષ ખેતાન અભ્યાસ માટે પક્ષમાંથી રજા લઈ શકે છે, અને અભ્યાસ બાદ ફરી પક્ષ સાથે જોડાઈ શકે છે.

રાહુલ મેહરાના કારણે સર્જાયો વિવાદ


AAPના સૂત્રો મુજબ દિલ્હી સરકારના વરિષ્ઠ વકિલ અને પક્ષના પ્રવક્તા રાહુલ મેહરાને આશિષ ખેતાનના સ્થાને નવી દિલ્હી લોકસભા બેઠકથી ચૂંટણી લડાવવાની શક્યતા છે. આશિષ ખેતાનની નારાજગી પાછળ આ પણ એક કારણ ગણાવાઈ રહ્યું છે. 2014માં આશિષ ખેતાનને લોકસભા ચૂંટણીમાં 2.9 લાખ વોટ મળ્યા હતા, અને તેઓ ભાજપના મિનાક્ષી લેખી સામે 1.6 લાખ વોટથી હાર્યા હતા. જ્યારે કોંગ્રેસના અજય માકન 1.82 લાખ વોટ સાથે ત્રીજા રહ્યા હતા.

આશિષ ખેતાન અને આશુતોષમાં એક સામ્યતા

આશિષ ખેતાનને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ મનાય છે. ખેતાન 2014માં લોકસભા ચૂંટણીમાં AAPની ટિકિટ પર નવી દિલ્હીથી લડ્યા હતા. અહીં જણાવી દઈએ કે AAPના વરિષ્ઠ નેતા ગણાતા આશુતોષના રાજીનામાનો ખુલાસો પણ 15 ઓગસ્ટે જ થયો હતો. અને ખેતાને પણ આ જ તારીખે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK