EXCLUSIVE: કેમ મહાગઠબંધથી કેજરીવાલનો થયો મોહભંગ, આ છે ઈનસાઈડ સ્ટોરી

છેલ્લા સાડા ત્રણ વર્ષથી દિલ્હીમાં શાસન કરી રહેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલ હવે રાજકારણનો દરેક દાવ સમજી વિચારીને રમે છે

KEJUનવી દિલ્હી
23 મેના રોજ કર્ણાટકમાં જેડીએસના નેતા એચ ડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહ દરમિયાન વિપક્ષએ એક થઈને સરકાર વિરુદ્ધ શક્તિપ્રદર્શન કર્યું હતું. શપથગ્રહણ સમારોહમં કેજરીવાલ પણ સામેલ હતા, અને ત્યાં હાજર નેતાઓ સાથે અલગ અલગ મુલાકાત પણ કરી હતી. લાગતું હતું કે આમ આદમી પાર્ટી પણ મહાગઠબંધનનો ભાગ બનશે, પરંતુ ત્રણ જ મહિનાની અંદરે કેજરીવાલનો મહાગઠબંધનથી મોહભંગ થઈ ચૂક્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે જાતે જ મહાગઠબંધનનો ભાગ બનવાની ના પાડી દીધી છે. તેની પાછળનું કારણ મનાય છે આગામી સમયમાં આવી રહેલી ત્રણ ચૂંટણીઓ. એટલું જ નહીં મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય AAPનો અન્ય રાજ્યમાં વિસ્તાર કરવાને લઈને પણ જોવાઈ રહ્યો છે.

કહેવાય છે કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી દિલ્હીમાં શાસન કરી રહેલી આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલ હવે રાજકારણનો દરેક દાવ સમજી વિચારીને રમે છે. તાજેતરમાં જ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલની મહાગઠબંધનને ના નવી રણનીતિ અંતર્ગત હોવાનું મનાઈ રહ્યું છે.

2019ની લોકસભા અને બે વિધાનસભા ચૂંટણી પર નજર

દિલ્હીના સીએમ કેજરીવાલે ગત સપ્તાહે હરિયાણના રોહતકમાં કોંગ્રેસને ઝટકો આપતા કહ્યું હતું કે, તેઓ ગઠબંધનમાં વિશ્વાસ નથી કરતા. તેમણે એટલે સુધી નિવેદન આપ્યુ કે આ પ્રકારના ગઠબંધન દેશનો વિકાસ ન કરી શકે. આ નિવેદન દ્વારા તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું.

નિષ્ણાતોની વાત માનીએ તો કેજરીવારની આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીની સાથે સાથે હરિયાણાની વિધાનસભા ચૂંટણી પણ લડશે. તો આપની નજર 2020ની દિલ્હીની ચૂંટણી પર પણ છે. મનાઈ રહ્યું છે કે જો આમ આદમી પાર્ટી ગઠબંધનનો ભાગ બને તો દિલ્હીમાં જવાબ આપવો મુશ્કેલ બની શકે છે.

આ જ પરિણામ હરિયાણાની ચૂંટણીમાં પણ થઈ શકે છે. જ્યાં આમ આદમી પાર્ટીએ ભાજપ, કોંગ્રેસ બંનેને ટક્કર આપવાની છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ચતુષ્કોણીય  અને દિલ્હીમાં ત્રિકોણીય જંગ થવા જઈ રહ્યો છે.  દિલ્હીમાં 'આપ' સામે ભાજપ અને કોંગ્રેસ છે તો હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ અને INLD સામે મુકાબલો થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી ગજવશે AAP

ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં થયેલી પંજાબ અને ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સફળતા નહોતી મળી. પંજાબમાં 20 બેઠકો સાથે આપે ઈજ્જત બચાવી, પરંતુ ગોવા વિધાનસભામાં મહત્વનો પક્ષ મનાતી આપની હાલત ખરાબ હતી. ગોવાની 40 બેઠકમાંથી AAPએ 39 બેઠક પર ઉમેદવાર ઉતાર્ય હતા, પરંતુ 38 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.  જો કે હવે AAPની નજર હરિયાણાની 90 વિધાનસભા બેઠક પર છે, જ્યાં તે ટક્કર આપી શકે છે.

હરિયાણા છે કેજરીવાલનું વતન, ઈજ્જત દાવ પર

દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટી હવે હરિયાણામાં પગ જમાવવા પ્રયત્ન કરી રહી છે. જેની પાછળનું કારણ છે કે હરિયાણા કેજરીવાલનું વતન છે. 1968માં કેજરીવાલનો જન્મ હરિયાણાના હિસામાં થયો હતો. ત્યારે આમ આદમી પાર્ટી હરિયાણાની ચૂંટણીને ગંભીરતાથી લઈ રહી છે.

25 માર્ચે કેજરીવાલે હિસારમાં હરિયાણા બચાવો રેલીમાં જ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. મનાઈ રહ્યું છે કે હરિયાણામાં કેજરીવાલનું ઘણું ધ્યાન પર લાગેલું છે.  હિસારની રેલીમાં કેજરીવાલે કહ્યું હતુ કે તેઓ પોતાની જન્મભૂમિ પર આવ્યા છે, એટલે લાગી રહ્યું છે કે કેજરીવાલ હરિયાણા વિધાનસભામાં પોતાનું હરિયાણી કાર્ડ અપનાવી શકે છે.

સીએમ ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડી રહી છે AAP

હરિયાણાની ચૂંટણીને એક વર્ષ કરતા ઓછો સમય બાકી છે, પરંતુ AAPએ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે. નવીન જયહિંદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલના પતિ છે. બંને આપના જૂના સભ્ય છે, તમામ આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

AAPનો દાવ બિન જાટ પર પર

દિલ્હીથી અડીને આવેલા હરિયાણાનું રાજકારણ જાટ અને બિન જાટની આસપાસ રમાય છે. તેવામાં હરિયાણામાં કેજરીવાલે બિન જાટ પર દાવ લગાવ્યો છે. નવીન જયહિંદને પંડિત ગણાવીને AAPએ 8 ટકા બ્રાહ્મણ વોટર્સ પર નજર રાખી છે. હરિયાણામાં બ્રાહ્મણ અને પંજાબીઓની વસ્તી 8 ટકા છે, જે સાથે વોટ નાખે છે. આપને તેનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત 4 ટકા વણિક પણ છે. જેના પર પણ કેજરીવાલની નુજર છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK