જમીન કૌભાંડઃરોબર્ટ વાડ્રા, હુડ્ડા સામે FIR દાખલ

હરિયાણાના ગુરુગ્રામના ખેડકી દૌલામાં જમીન ખરીદવાના બહુચર્ચિત કેસમાં રોબર્ટ વાડ્રા અને ભુપેન્દ્ર સિંહ હુડ્ડા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.

VADRA



કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાની મુશ્કેલી વધી છે. હરિયાણાના ગુરુગ્રામના ખેડકી દૌલામાં જમીન ખરીદવાના બહુચર્ચિત કેસમાં રોબર્ટ વાડ્રા અને ભુપેન્દ્ર સિંહ હુડ્ડા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.

ફરિયાદમાં આરોપ છે કે, 'રોબર્ટ વાડ્રાએ પોતાના રાજકીય સંબંધો અને હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે મળીને છોતરપિંડી આચરી છે. આ ઉપરાંત વાડ્રાની કંપની ડીએલએફ અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.'

આ એફઆઈઆર IPC કલમ 425, 120બી, 467, 468 અને 471 અંતર્ગત દાખલ કરાઈ છે. આ ઉપરાંત, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ની કલમ-13 અંતર્ગત પણ કાર્યવાહી કરાઈ છે. એફઆઈઆર અનુસાર, 350 એકર જમીન રૂ.58 કરોડમાં રોબર્ટ વાડ્રાની કંપની ડીએલએફ અને સ્કાયલાઈટ હોસ્પિટાલિટીને ફાળવવામાં આવી હતી. આ જમીનની ફાળવણી ભુપેન્દ્ર સિંહ હુડ્ડા દ્વારા કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં જણાવાયું છે કે, આ જમીનને કારણે બંને કંપનીને લગભગ રૂ.5 હજાર કરોડનો ફાયદો કરાયો છે. તેના ઉપરાંત ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પણ આ કેસમાં સંડોવાયેલી છે. આ ઉપરાંત, આ કંપનીઓના જે લાયસન્સ બતાવવામાં આવ્યા છે તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે.

આ અંગે રોબર્ટ વાડ્રાએ શનિવારે જવાબ આપતા જણાવ્યું કે, સરકાર મૂળ સમસ્યાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આમ કરી રહી છે. અત્યારે ચૂંટણીની મોસમ છે, પેટ્રોલ-ડીઝનાં ભાવ વધી રહ્યા છે, આથી લોકોનું ધ્યાન આ મુદ્દેથી બીજે દોરવા માટે એક દાયકા જૂના મુદ્દાને ફરીથી ઉછાળવામાં આવ્યો છે. તેમાં નવું શું છે?'

એક દિવસ પહેલાં પણ વાડ્રાએ જમીનની છેતરપિંડી બાબતે દાખલ થયેલા કેસ અંગે જણાવ્યું હતું કે, 'હું આ દેશમાં જ છું. હું વિદેશમાં ભાગી ગયો નથી. તમને શું લાગે છે? જો તેના અંગે કોઈ સવાલ અથવા પ્રશ્નો હશે તો હું તેનો જવાબ આપવા તૈયાર છું.'

આ અગાઉ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ.42 કરોડની બિનહિસાબી આવક બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ કેસ સ્કાયલાઈટ હોસ્પિટાલિટી સાથે જોડાયેલો હતો. જેમાં વાડ્રા પાસે 99 ટકા માલિકીના હક્ક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK