સિદ્ધુના અવાજને ખતરો, ડોક્ટર્સે કહ્યું- તેઓ અવાજ ગુમાવી દેવાની કગાર પર

પોતાના ભાષણ માટેની ખાસ શૈલી માટે જાણીતા પંજાબના કેબિનેટ મિનિસ્ટર નવજોતસિંહ સિદ્ધુ માટે મોટો ખતરો ઊભો થઈ ગયો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે સિદ્ધુના અવાજને ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં કોંગ્રેસનો ચૂંટણીપ્રચાર કરતા-કરતા તેઓ પોતાનો અવાજ ખોવાની કગાર પર પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને જોતા હવે ડોક્ટરોએ તેમને પાંચ દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્ટર્સે કહ્યું છે કે હવે જો તેઓ વધારે બોલ્યા તો તેમનો અવાજ જઈ શકે છે. 

Navjot Singh Siddhu

બે અઠવાડિયાઓથી પંજાબથી લઈને પાકિસ્તાન સુધી પોતાના રાજકીય વિરોધીઓ પર કમેન્ટ કરવા માટે સિદ્ધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. (ફાઇલ)


ડોક્ટર્સે પાંચ દિવસો સુધી સંપૂર્ણ આરામ અને ચૂપ રહેવાની સલાહ આપી 


ગુરૂવારે એક સત્તાવાર પ્રવક્તાએ આ ખુલાસો કર્યો. મળતી માહિતી પ્રમાણે, તેમના ઘણા બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિઝલ્ટનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સિદ્ધુ સંપૂર્ણ સ્વાસ્થ્યની રિકવરી માટે એક અજાણ્યા સ્થળ પર ચાલ્યા ગયા છે. તેમને શ્વાસ લેવાની કસરત કરાવવામાં આવી રહી છે. સાથે જ ફિઝિયોથેરાપી સાથે વિશેષ દવાઓ આપવામાં આવી રહી છે. 


સિદ્ધુએ 17 દિવસોમાં 70થી વધુ જનસભાઓને કરી સંબોધિત 


ઉલ્લેખનીય છે કે સિદ્ધુ ગત દિવસોમાં 17 દિવસના ચૂંટણી અભિયાન પર હતા. ખાસ કરીને તેલંગણા અને રાજસ્થાનમાં તેમણે કોંગ્રેસના સમર્થનમાં ઘણી સભાઓ કરી હતી. તેમણે 70થી વધુ સાર્વજનિક બેઠકોમાં લોકને સંબોધિત કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ માટે ચૂંટણી સભાઓને સંબોધિત કરી. આ દરમિયાન સતત ભાષણ આપવાને કારણે તેમના વોકલ કોર્ડ્સને ઘણું નુકસાન પહોંચ્યું. મેડિકલ હેલ્પ લેવા પર ડોક્ટરોએ તેમને જણાવ્યું કે મામલો ઘણો ગંભીર છે. તેઓ પોતાનો અવાજ ખોવાની અણી પર હતા. 


પ્રવક્તાએ જણાવ્યું કે સતત હેલિકોપ્ટર અને વિમાનયાત્રા કરવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. તેઓ પહેલેથી જ એમ્બોલિઝમ (ધમનીઓમાં લોહીનો ક્લોટ જામી જવો અથવા હવાનો પરપોટો બનવો) માટે સારવાર કરાવી રહ્યા હતા. તેમને થોડાંક વર્ષો પહેલા વધુ પડતી હવાઈયાત્રાઓ કરવાને કારણે ડીપ વેન થ્રોબોસિસ (ડીવીટી)નો સામનો કરવો પડ્યો હતો. 


આ પણ વાંચો: અમૃતસર દુર્ઘટના: તપાસમાં પોલીસ અને રેલવે દોષી, સિદ્ધુની પત્નીને ક્લીનચિટ


સિદ્ધુને લિરિંગઝાઇટિસની બીમારી


ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધુને લિરિંગઝાઇટિસ (વોકલ કોર્ડ એટલે કે ગળાની) નામની બીમારી થઈ ગઈ છે. તેને લઈને પાંચ દિવસ સુધી બિલકુલ ચૂપ રહેવાની સલાહ સિદ્ધુને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયાઓથી પંજાબથી લઈને પાકિસ્તાન સુધી પોતાની તેજતર્રાર ભાષણ શૈલી તેમજ પોતાના રાજકીય વિરોધીઓ પર કમેન્ટ કરવાને લઈને સિદ્ધુ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK