SC/ST એક્ટ વિરુદ્ધ યુપી-બિહારમાં ઉગ્ર વિરોધ

SC/ST એક્ટ વિરુદ્ધ કેટલાક રાજ્યોમાં સવર્ણોએ મોરચો માંડ્યો છે

2



SC/ST એક્ટ વિરુદ્ધ કેટલાક રાજ્યોમાં સવર્ણોએ મોરચો માંડ્યો છે. કાયદામાં કરાયેલા સંશોધને લઈને કેટલાક સંગઠનોએ આજે ભારત બંધ જાહેર કર્યું છે. બંધની સૌથી વધુ અસર યુપી, મધ્યપ્રદેશ અને બિહારમાં દેખાઈ રહી છે. યુપી તેમજ મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારે સાવચેતીના ભાગ રૂપે કેટલાક જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. તો બિહારમાં હિંસક ઘટનાઓ પણ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ટ્રેનો રોકવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

બિહારમાં બંધ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા

બિહારમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. કેટલીગ જગ્યાએ બંધ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. કેટલાક જિલ્લામાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો. તો પટના સહિત અન્ય જિલ્લાઓમાં બજાર બંધ રહ્યા છે. આરા, મુંગેર અને દરભંગામાં ટ્રેનો રોકવામાં આવી છે.

1


યુપીના કેટલાક જિલ્લામાં કલમ 144 લાગુ

યુપીના કેટલાક જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ છે. રાજધાની લખનઉમાં બજારો બંધ કરાયાવા. તો વારાણસીમાં લોકોએ પૂતળા સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો. મૈનપુરી અને આગ્રામાં ભારત બંધ દરમિયાન ટ્રેન રોકવામાં આવી. યુપીના ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી 144ની કલમ લાગુ કરાઈ છે. તો વારાણસીમાં અલ્હાબાદ-પટના હાઈવે પર ચક્કાજામની સાથે ટાયર સળગાવવાની ઘટના સામે આવી છે.

એમપીમાં પણ વ્યાપક અસર

મધ્યપ્રદેશમાં પણ ભારત બંધની વ્યાપક અસર દેખાઈ રહી છે. ગ્વાલિયરમાં પ્રદર્શનકારીઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજ્યના 25 જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. સાવચેતીના ભાગ રૂપે સુરક્ષા દળોની 34 કંપનીઓ તૈનાત કરાઈ છે. શિવપિરી, મુરૈના, શ્યોપુરમાં દુકાનો બંધ રહી છે.

3


રાજસ્થાનમાં સ્કૂલ, કોલેજ, બજાર બંધ


રાજસ્થાનમાં પણ કેટલીક સ્કૂલ, કોલેજ અને મૉલ બંધ કરાવાયા. અલવર અને કોટામાં પણ બજારો બંધ રખાયા.

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતા SC/ST એક્ટમાં તાત્કાલિક ધરપકડ ન કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત SC/ST એક્ટ અંતર્ગત નોંધાતા કેસમાં મળતા આગોતરા જામીને મંજૂરી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદા અંતર્ગત તાત્કાલિક ધરપકડના બદલે પોલીસને 7 દિવસની અંદર તપાસ કરવાની અને પછી આગળ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

સંસદમા SC/ST એક્ટમાં કરાયું સંશોધન


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટીને SC/ST એક્ટને પાછો મૂળ સ્વરૂપમાં મંજૂરી આપી દીધી. તાજેતરમાં જ સંશોધિત એસસી-એસટી એક્ટ ફરી લાગુ કરાયો છે. જે બાદ ફરી આ કાયદા મુજબ તપાસ વિના ધરપકડ કરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK