કર્ણાટકઃ ભારે વરસાદને કારણે જનજીવન ઠપ, મકાન પડવાથી ત્રણના મોત

કર્ણાટકમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર

KARNATAKA



કેરળ બાદ હવે આફતના વરસાદે કર્ણાટકમાં પણ પહોંચી ચૂક્યો છે. કર્ણાટકમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. ગુરુવારે સવારે વરસાદને કારણએ કલબુર્ગીના હિથલ શિરુર ગામમાં એક મકાન જમીનદોસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ ભારે વરસાદને કારણએ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસ સર્વિસ દ્વારા તામિલનાડુ અને કેરળ તરફ જતી બસ બંધ કરી દેવાઈ છે. સીએમ એચડી કુમારાસ્વામીએ પાંચ જિલ્લાના નિગમને હાઈએલર્ટ જાહેર કરવા આદેશ આપ્યા છે. દક્ષિણ કન્નડા, હાસન, ચિક્કા, ચિકમંગલૂર, કોડાગુ અને શિવમોગ્ગા જિલ્લાના પ્રભારી મંત્રીઓને સ્થિતિ પર નજર રાખવા કહેવાયું છે.

સતત પડી રહેલવા વરસાદને કારણએ બુધવારે પણ રાજ્યમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. તો કર્ણાટકના કિનારાના વિસ્તારો અને જૂના મૈસૂર વચ્ચે ટ્રેન અને વાહનવ્યવાહર અટકાવી દેવાયો હતો. હવામાન વિભાગે પણ એડવાઈઝરી જાહેર કરીને રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજ્યના કિનારાના અને દક્ષિણ આંતરિક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK