કેવી રીતે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો થયો ઉદય ?

પાકિસ્તાનની મદદથી 1990માં આ આતંકી સંગઠનની રચના થઈ

SAIYAD SALAHUDDIN



જમ્મુ કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ચૂકેલુ આતંકી સંગઠન હિંઝબુલ મુજાહિદ્દીનન હિજ્બ-ઉલ-મુજાહિદ્દીન કે HM તરીકે પણ ઓળખાય છે. લગભગ 1990ની આસપાસના સમયગાળામાં આ આતંકી સંગઠનની રચના થઈ. માસ્ટર અહેસાન ડારે આ આતંકી સંગઠન બનાવ્યું હતું. હિજબુલ મુજાહિદ્દીન જમ્મુ કાશ્મીરના સૌથી જૂના અને મોટા આતંકી સંગઠનોમાંનું એક છે.  સૈયદ સલાહુદ્દીન આ આતંકી સંગઠનનો આકા છે. જેનું મુખ્ય કામ જમ્મુ કાશ્મીરમાં ભય ફેલાવીને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાનું છે. સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહેમદને NIAએ શ્રીનગરમાંથી ઝડપી પાડ્યો છે. કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓને વિદેશી ફંડિગ મામલે તેની ધરપકડ કરાઈ છે.

પાકિસ્તાનની મદદથી 1990માં આ આતંકી સંગઠનની રચના થઈ. 1988માં સરહદ પાર ગયેલા અહેસાન ડારે આ આતંકી સંગઠન બનાવ્યું. હિઝબુલની રચના બાદ અહેસાન ડાર ફરી ભારત આવ્યો. અને હિઝબુલમાં આતંકીઓની ભરતી શરૂ કરી. જેથી કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોને લોહિયાળ બનાવી શકાય. મોહમ્મદ અબ્દુલ્લા નામના આતંકીએ ડારની મદદ કરી અને હિઝબુલનો સૈનિક સલાહકાર બન્યો.

આ આતંકી સંગઠન ભારતમાં તમામ આતંકી હુમલાને અંજામ આપે છે. અલકાયદા માટે આતંકીઓની ભરતી હોય કે પછી ISISને મદદ કરવાની વાત હોય, હિઝબુલ મુજાહિદ્દીનની હાજરી દરેક ખૂંખાર હુમલાઓમાં હોય જ છે. જમ્મુ કાશ્મીરમાં 2014માં થયેલા બોમ્બ વિસ્ફોટ પણ હિજબુલ મુજાહિદ્દીને જ કરાવ્યા હતા. હિજબુલના આતંકીઓ પોતાને સ્વાતંત્ર્ય સેનાની માને છે.

કોણ છે યુસુફ શાહ સૈયદ ઉર્ફે સૈયદ સલાહુદ્દીન ?

યુસુફ શાહ સૈયદ ઉર્ફે સલાહુદ્દીન હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે, સાથે તે જેહાદ કાઉન્સિલનો ચેરમેન પણ છે. સલાહુદ્દીન મૂળ જમ્મુ કાશ્મીરના બડગામનો વતની છે. 1987માં તે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે, પરંતુ જીતી નહોતો શક્યો. 71 વર્ષનો સલાઉદ્દીન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં રહે છે. અમેરિકાએ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. સલાહુદ્દીન કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યો છે, અને આતંકીઓને ખૂંખાર તાલીમ પણ આપે છે. કાશ્મીરમાં યુવાનોને ઉશ્કેરીને આતંકી બનાવવાનું તેનુ મૂખ્ય કામ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK