SC/ST એક્ટમાં પરિવર્તનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

SC/ST એક્ટમાં પરિવર્તનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર પાસે માગ્યો જવાબ


SC/ST કાયદાને લઈ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આ કેસ ફરી એકવાર સુપ્રીમમાં પહોંચ્યો છે. વકીલ પૃથ્વીરાજ ચૌહાણ અને પ્રિયા શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અને 20 માર્ચના આદેશને ફરી લાગૂ કરવા અરજીમાં માગ કરાઈ છે. SC/ST સંશોધનનના માધ્યમથી લાગુ કરવામાં આવેલા નવા કાયદા 2018માં નવી જોગવાઈ 18 એ લાગુ કરવાથી ફરી દલિતોને હેરાન કરવા મામલે તાત્કાલિક ધરપકડ થશે અને આગોતરા જામીન પણ નહીં મળે. આ અરજીમાં નવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગ કરાઈ છે.

આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપીને જવાબ માગ્યો છે. કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. કોર્ટનું કહેવું છે કે સુનાવણી વગર સ્ટે આપવો યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે SC/ST સંશોધન કાયદો 2018 લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાયો હતો.

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતા SC/ST એક્ટમાં તાત્કાલિક ધરપકડ ન કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત SC/ST એક્ટ અંતર્ગત નોંધાતા કેસમાં મળતા આગોતરા જામીને મંજૂરી અપાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદા અંતર્ગત તાત્કાલિક ધરપકડના બદલે પોલીસને 7 દિવસની અંદર તપાસ કરવાની અને પછી આગળ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

સંસદમા SC/ST એક્ટમાં કરાયું સંશોધન

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટીને SC/ST એક્ટને પાછો મૂળ સ્વરૂપમાં મંજૂરી આપી દીધી. તાજેતરમાં જ સંશોધિત એસસી-એસટી એક્ટ ફરી લાગુ કરાયો છે. જે બાદ ફરી આ કાયદા મુજબ તપાસ વિના ધરપકડ કરી શકાય છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK