કલમ 377ની શું છે જોગવાઈ ?

સમલૈંગિક્તાને ગુનો ગણતી કલમ 377 પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપી શકે છે. ત્યારે કલમ 377 શું છે, તેમાં શું જોગવાઈ છે તે જાણવું જરૂરી છે.

LGBT



શું છે કલમ 377 ?


IPCની કલમ 377 મુજબ જો કોઈ વ્યક્તિ અનૈતિક રીતે શારિરીક સંબંધ બાંધે છે તો તેને ઉંમરકેદ કે પછી દંડ સાથે 10 વર્ષની જેલ થઈ શકે છે. IPCની આ કલમ લગભગ 150 વર્ષ જૂની છે. આ વ્યવસ્થા વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં જુદી જુદી અરજી દાખલ થઈ હતી. આ અરજીઓમાં પરસ્પર સહમતીથી બે વયસ્કો વચ્ચે સમલૈંગિક શારિરીક સંબધને ગુનો ગણતી કલમ 377 ગેરકાયદે અને બંધારણીય રીતે યોગ્ય ન હોવાની માગ થઈ રહી છે.


આ પણ વાંચોઃ સમલેંગિક્તા પર સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે ઐતિહાસિક ચુકાદો


નાજ ફાઉન્ડેશને ઉઠાવ્યો હતો મુદ્દ


કલમ 377 રદ કરવાનો મુદ્દો સૌથી પહેલા 2001માં નાજ ફાઉન્ડેશન દ્વારા ઉઠાવાયો હતો. ફાઉન્ડેશનની અરજી પર વિચાર કરતા દિલ્હી હાઈકોર્ટે 2009માં આ કલમ રદ કરવાની સાથે સમલૈંગિક્તાને ગુનો ન ગણવા ચુકાદો આપ્યો હતો. પરંતુ 2013માં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો. જે બાદ રિવ્યુ પિટિશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.  આટલી ઘટના બાદ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેના પર આજે ચુકાદો આવી શકે છે.
 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK