વાજપેયીની નાજુક તબિયત પર રોઈ રહ્યો છે દેશ, ખૂણે ખૂણે હોમ હવન

એઈમ્સમાં ભરતી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની નાજુક હાલતને જોતા તેમના પરિવારજનોની સાથે સાથે દેશવાસીઓની આંખમાં પણ આસું છે.


DUA



એઈમ્સમાં ભરતી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની નાજુક હાલતને જોતા તેમના પરિવારજનોની સાથે સાથે દેશવાસીઓની આંખમાં પણ આસું છે. દેશના ખૂણે ખૂણે તેમના ક્ષેમકુશળ માટે પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે. વાજપેયીના જન્મસ્થાન મધ્યપ્રદેશના ગ્વાલિયરની દરગાહમાં તેમના સ્વાસ્થ્યને લઈ મન્નત માગી યુવા કોંગ્રેસ નેતા શાકિર ખાને ચાદર ચડાવી

તો આ પહેલા ગ્વાલિયર ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ પણ પૂજા-હવનનું આયોજન કર્યું, અને પૂર્વ પીએમના સાજા થવા અંગે પ્રાર્થના કરી. પંજાબના લુધિયાણાના સક્તેશ્વર મહાદેવ આશ્રમમાં પણ વાજપેયીજીના સ્વાસ્થ્યને લઈ વિશેષ પૂજાનું આયોજન કરાયું.

ગ્વાલિયર સાથે પૂર્વ પીએમ વાજપેયીનો ગહન સંબંધ છે. ગ્વાલિયર જ વાજપેયીજીનું જન્મસ્થાન છે. અને આ શહેરમાં વાજપેયીજીએ જિંદગીનો લાંબો સમય વીતાવ્યો છે. ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ જે હવે મહારાણી લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે, તેમાં તેઓ અભ્યાસ કરી ચૂક્યા છે.  પિતા પંડિત કૃષ્ણ બિહારી સાથે તેઓ યુપીના બટેશ્વરથી મધ્યપ્રદેશની ગ્વાલિયર હકુમતમાં શિક્ષક તરીકે નોકરી લાગ્યા બાદ આવ્યા હતા.


આ પણ વાંચોઃરાજકારણના અજાતશત્રુ, કંઈક આવા રહ્યા છે અટલ બિહારી વાજપેયી


વાજપેયીના ખરાબ સ્વાસ્થ્યને લઈ તેમની ભત્રીજી કાંતિ મિશ્રાનું કહેવું છે કે,'હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, ફક્ત એકવાર તેમને ફરીથી ભાષણ કરતા જોઈ શખું. અમારો પરિવાર પોતના મનમાંથી તેમની છબી ક્યારેય નહીં ભૂંસી શકે. આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થશે.' તેમની ભાણી કરુણા શુક્લાએ પણ વાજપેયીજી સાથે વીતાવેલી પળો યાદ કરી.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વાજપેયીના ખબરઅંતર જાણવા દિલ્હી પહોંચ્યા. તેમણે જણાવ્યું કે, 'બે વર્ષ સુધી હું તેમની કેબિનેટનો સભ્ય રહ્યો છું. તેમના આરોગ્ય અંગે જાણીને હું પરેશાન છું. તેઓ મહાન નેતા છે, તેમના માર્ગદર્શનમાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે.' તો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાનું કહેવું છે કે, 'આપણે બધાએ તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે એ ન ભુલવું જોઈએ કે તેઓ એવા નેતા હતા જે દેશને શક્તિશાળી બનાવવા ઈચ્છતા હતા. ફક્ત દેશમાં જ નહીં તે વિશ્વમાં પણ શાંતિ ઈચ્છતા હતા.' રાજકીય ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર વાજપેયીજી અંગે વાત કરતા યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા ભાવુક થયા હતા.


આ પણ વાંચોઃઆ છે અટલ બિહારી વાજપેયીની 5 શ્રેષ્ઠ કવિતાઓ, જેનો તેઓ હંમેશા ઉલ્લેખ કરતા હતા.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK