નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સની જરૂર શા માટે પડી?

૧૯૪૭ના ભાગલા વખતે કેટલાક લોકો આસામથી પૂર્વ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, પણ તેમની જમીન-જાયદાદ આસામમાં હતી.

ીોરલોૂપ

બન્ને તરફથી લોકોની આવ-જા ભાગલા પછી પણ ચાલુ રહી હતી. બંગલા દેશ બન્યા પછી ત્યાંથી આસામમાં લોકોની ગેરકાયદે આવજા શરૂ થઈ ગઈ અને એને લીધે રાજ્યની વસ્તીના સ્વરૂપમાં ધરખમ ફેરફારો થયા. ત્યાર બાદથી આસામમાં વિદેશીઓનો મુદ્દો મહત્વનો બનવા લાગ્યો.

આ જ પરિસ્થિતિમાં ૧૯૭૯થી ૧૯૮૫ દરમ્યાનનાં છ વર્ષમાં આસામમાં એક આંદોલન શરૂ થયું. પ્રશ્ન એ હતો કે કોણ વિદેશી અને કોણ નહીં એ નક્કી કઈ રીતે કરવું. વિદેશીઓ વિરુદ્ધના અભિયાનનું આ એક મુખ્ય કારણ હતું.

૧૯૮૫ની ૧૫ ઑગસ્ટે ઑલ આસામ સ્ટુડ્ન્ટ્સ યુનિયન (આસુ-AASU) અને અન્ય સંગઠનો સાથે ભારત સરકારના કરાર થયા જે આસામ કરારના નામે ઓળખાય છે. આ કરાર હેઠળ ૧૯૭૧ની ૨૪ માર્ચની મધરાત પછી આસામ આવેલા હિન્દુ-મુસ્લિમોની ઓળખ કરી તેમને આસામની બહાર કરવાના હતા. આસુએ ૧૯૭૯માં આસામમાં ગેરકાયદે રહેનારા લોકોની ઓળખ કરી તેમને પાછા મોકલવા માટે એક આંદોલન શરૂ કર્યું હતું.

આસામ કરાર પછી આંદોલન સાથે જોડાયેલા નેતાઓએ આસામ ગણ પરિષદ નામની રાજકીય પાર્ટી બનાવી જેણે રાજ્યમાં બે વખત સરકાર બનાવી.

૨૦૦૫માં વડા પ્રધાન મનમોહન સિંહના સમયમાં ૧૯૫૧ના નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સન (NRC)ને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને નક્કી કરાયું કે આસામ કરાર હેઠળ ૧૯૭૧ની ૨૫ માર્ચ પહેલાં આસામમાં ગેરકાયદે પ્રવેશી ગયેલા લોકોને NRCમાં સામેલ કરવામાં આવશે. જોકે આ વિવાદ આટલેથી જ અટક્યો નહોતો.

સમગ્ર બાબત કોર્ટમાં ગઈ અને ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક IAS અધિકારીને NRC અપડેટ કરવાની કામગીરી સોંપવામાં આવી. આ અધિકારીને NRCના કો-આરર્ડિનેટર બનાવવામાં આવ્યા હતા અને તેમણે ચોક્કસ સમયમર્યાદામાં NRC અપડેટ કરવાનું કામ પૂરું કરવાનું હતું.

વેરિફિકેશન કઈ રીતે કરાયું?

આસામના લોકોના વેરીફિકેશનનું કામ સુપ્રીમ કોર્ટના આદેશ પર મે-૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું. આ માટે રજિસ્ટ્રાર જનરલે સંપૂર્ણ રાજ્યમાં અનેક NRC કેન્દ્રો ખોલ્યાં.

NRCમાં સામેલ થવાની યોગ્યતાનાં ધોરણો મુજબ એ લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે જેમના પૂર્વજોનાં નામ ૧૯૫૧ના NRCમાં કે પછી ૧૯૭૧ની ૨૪ માર્ચ સુધીના મતદારોની યાદીમાં સામેલ હશે. આ ઉપરાંત અન્ય ૧૪ પ્રકારનાં સર્ટિફિકેટ્સ કે કાગળિયાં જેમ કે જન્મનું પ્રમાણપત્ર, જમીનનાં કાગળિયાં, પટ્ટેદારીના દસ્તાવેજો, શરણાર્થી સર્ટિફિકેટ, પાસપોર્ટ અને અદાલતનાં પેપર્સ પણ નાગરિકતા પ્રમાણિત કરવા રજૂ કરી શકાય છે.

જો કોઈ વ્યક્તિનું નામ કોઈ પણ વોટર્સ લિસ્ટમાં નથી પરંતુ તેના કોઈ પૂર્વજનું નામ છે તો તેણે એ પૂર્વજ સાથેનો પોતાનો સંબંધ સાબિત કરવાનો હતો. અનેક કેસોમાં બૉર્ડર પોલીસ લોકોને આ બાબતે નોટિસ પાઠવે છે, ત્યાર બાદ તેમણે ફૉરેનર્સ ટ્રિબ્યુનલ  સમક્ષ પોતાના નાગરિકત્વના પુરાવાઓ રજૂ કરવાના હોય છે.

૨૮ સપ્ટેમ્બર સુધીની તક

NRC કોઑર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે ડ્રાફ્ટમાં જેમનાં નામ નથી તેમને દાવો કરવાની પર્યાપ્ïથ તક પૂરી પાડવામાં આવશે. તેમણે સંબંધિત સેવા-કેન્દ્રોમાં એક ફૉર્મ ભરવાનું રહેશે, જે ૭ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર વચ્ચે મળી શકશે. તેમણે અધિકારીઓને ડ્રાફ્ટમાં તેમનાં નામ કેમ છૂટી ગયાં એનાં કારણો પણ આપવાનાં રહેશે. ત્યાર બાદ તેમણે દાવો દાખલ કરવા વધુ એક ફૉર્મ ભરવાનું રહેશે, જે ૩૦ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર સુધી મળી શકશે.

૪૦.૦૭ લાખ લોકોનાં નામ કયાં કારણોસર અંતિમ ડ્રાફટમાં નથી એની વિગતો આપવાની પ્રતીક હજેલાએ ના પાડી હતી.

BJPના વિધાનસભ્યનું નામ પણ ગાયબ

NRCના આ અંતિમ ડ્રાફ્ટમાં BJPના વિધાનસભ્ય રમાકાન્ત દેઉરી અને તેમના પરિવારના અન્ય સભ્યોનાં નામ ગુમ છે. આ ઉપરાંત લશ્કરના ભૂતપૂર્વ અધિકારી અજમલ હક, મુખ્ય પ્રધાનના સિક્યૉરિટી ગાર્ડ તરીકે રહી ચૂકેલા અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શાહ આલમનાં નામ પણ ગાયબ છે.

સંસદમાં થઈ ધમાલ

આસામમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના અંતિમ ડ્રાફ્ટના મુદ્દે રાજકીય પક્ષોએ સામસામો મોરચો માંડી દીધો છે. TMCએ ૪૦ લાખ લોકોને યાદીમાંથી બહાર કાઢવાના મુદ્દે રાજ્યસભામાં ગઈ કાલે ધમાલ મચાવી હતી, જેને કારણે સદનની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. લોકસભામાં પણ વિરોધ પક્ષોએ NRCના મુદ્દે નારાઓ લગાવ્યા હતા.

ગૃહપ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં નિવેદન કરતાં જણાવ્યું હતું કે ‘આ મુદ્દે ધાંધલ મચાવવાની જરૂર નથી. જે ડ્રાફ્ટ આવ્યો છે એ અંતિમ નથી. જેમનાં નામ યાદીમાં નથી તેમને દાવો કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. જેમને એવું લાગે છે કે તેમનું નામ આ યાદીમાં હોવું જોઈએ તેઓ NRCમાં દાવો કરી શકે છે. આ દાવાનો નિકાલ કેટલા દિવસમાં કરવામાં આવશે એ સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે. જો એમ છતાં કોઈને અસંતોષ હોય તો તે ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે. ક્યાંક તો ન્યાય મળશે જ. હું પૂરા સદનને અપીલ કરું છં કે આ કામમાં બધાએ સહયોગ આપવો જોઈએ. આ કવાયત સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ પર ધમાલ કરવી ન જોઈએ.’

ગૃહપ્રધાનના જવાબથી અસંતુષ્ટ વિરોધ પક્ષોએ લોકસભામાંથી વૉકઆઉટ કર્યો હતો.

સરનેમ જોઈને લોકોનું નાગરિકત્વ છીનવી લેવાયું છે : મમતા બૅનરજી

આસામમાં ગઈ કાલે જાહેર કરાયેલા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના અંતિમ ડ્રાફ્ટ પર રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. પિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ યાદીમાં ૪૦ લાખ લોકોનાં નામ ન હોવાની બાબતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે ચોક્કસ ભાષા અને સમુદાયના લોકોને બળજબરી નિશાન બનાવવામાં આવ્યા છે.

બીજું શું-શું કહ્યું?


આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે પણ યાદીમાં નામ નથી. જાણીજોઈને અટક જોઈને લોકોનાં નામને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. શું સરકાર બળજબરી લોકોને દેશમાંથી કાઢી મૂકવા માગે છે?

ફ્ય્ઘ્થી બંગાળી-બિહારી લોકો પ્રભાવિત થશે. જે ૪૦ લાખ લોકોનાં નામ નથી તેઓ ક્યાં જશે? શું સરકાર પાસે તેમના પુનર્વસનનો કોઈ કાર્યક્રમ છે? છેવટે આ બધું બંગાળે જ ભોગવવાનું આવશે. આ BJPનું વોટ-પૉલિટિક્સ છે. ભાગલા પાડો અને રાજ કરો એ એમની નીતિ છે. ગૃહપ્રધાનને મારી વિનંતી છે કે આમાં કોઈ ફેરફાર કરે.

આસામમાં રહેનારા બાંગલા અને બિહારી લોકોને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ રોહિંગ્યા નથી, આ જ દેશના ભારતીયો છે; પરંતુ કેન્દ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. લોકો તેમના જ દેશમાં નિરાશ્રિત બની ગયા છે.

કેન્દ્ર સરકાર યોજનાબદ્ધ રીતે બધાને જુદા પાડી રહી છે. શું સરકાર પોતાના જ દેશમાં લોકોને શરણાર્થી બનાવવાનું કામ કરી રહી છે? અમને ચિંતા છે કે સરકાર તેમને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવાનો પણ મોકો નહીં આપે. ભારતીય નાગરિકો પોતાના દેશમાં ક્યાંય પણ રહેવા સ્વતંત્ર છે, પણ કેન્દ્ર સરકાર આના પર વિશ્વાસ કરતી નથી.

હું મારી પાર્ટીના સંસદસભ્યોની એક ટીમને આસામ મોકલીશ અને જરૂર પડશે તો હું પણ આસામ જઈશ.

બંગલા દેશ આ બધાને પાછા લેશે?

હવે પ્રશ્ન એ પણ ઊઠી રહ્યો છે કે જેમનાં નામ NRCમાં નથી આવ્યાં તેમના ભવિષ્યનું શું? શું તેમને બંગલા દેશ મોકલી આપવામાં આવશે? સૂત્રોએ જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના કહેવાથી યાદી તૈયાર કરીને જાહેર કરવામાં આવી છે, પણ એ પછી શું કરવું એ વિશે કોઈ ચોક્કસ નીતિ જાહેર કરવામાં નથી આવી. હકીકતમાં આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે નાગરિકો શું કરવું એ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર અવઢવમાં છે. વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં બંગલા દેશ સાથેના સંબંધો દૃઢ થયા છે. પાકિસ્તાનને એકલું પાડવામાં એની ઘણી મદદ મળી છે. આવામાં બંગલા દેશ પર આ લાખો લોકોને સમાવવાનો દબાવ કરવો આસાન નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK