રાહુલ ગાંધી પર ભડક્યુ ભાજપ, કહ્યું,'ભાષણમાં ફક્ત જુઠ્ઠાણું'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે ત્યારે વિવાદિત નિવેદન જરૂર આપે છે.

MODI RAHUL


રાહુલ ગાંધી બુધવારથી જર્મની અને બ્રિટનના ચાર દિવસના પ્રવાસે છે. જર્મનીના હેમ્બર્ગમાં બુસેરિયસ સમર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધન કરવા દરમિયાન રાહુલે દેશમાં મોબ લિંચિગની વધતી ઘટનાઓને બેરોજગારી સાથે જોડી દીધી. રાહુલ ગાંધીનું આ નિવેદન બિલકુલ એવું જ છે, જેમ કહેવાય છે કે દેશમાં વધતી વસ્તીનું કારણ બેરોજગારી છે. ભાજપે રાહુલ ગાંધીના આ ભાષણને જુઠ્ઠાણું ગણાવ્યું છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ભારતને સમજી જ નથી શક્યા. અને આવું નિવેદન આપીને તેમણે વિદેશમાં ભારતનું સન્માન ઘટાડ્યું છે.

SAMBI PATRA


રાહુલના નિવેદન પર ભાજપના પ્રહાર

સંબિત પાત્રાએ કહ્યું,'રાહુ ગાંધીએ આતંક અને ISISને સાચા દર્શાવવાના પ્રયત્ન કર્યા છે. 70 વર્ષ સુધી તેમનો પરિવાર સત્તામાં રહ્યો, પરંતુ તેમને કોઈ વિઝન ન દેખાયું. રાહુલ ગાંધીએ જુઠ્ઠાણા અને ખોટી માહિતી આધારિત ભાષણ આપ્યું. તેમણે વિદેશ જઈને ભારતની સંસદનું અપમાન કર્યું છે.' તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે તમારા પિતા રાજીવ ગાંધીએ જ કહ્યું હતું કે 100 પૈસા મોકલતા સમાન્ય વ્યક્તિ સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે. વચ્ચેના 85 પૈસા કોંગ્રેસના જ લોકો ખાઈ જતા હતા, ત્યારે કોની સરકાર હતી ?

મહિલાઓની માફી માગે રાહુલ


સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ મહિલાઓને લઈ આપેલા નિવેદન બદલ માફી માગવી જોઈએ. આ દેશે તમારી માતાને આટલું સન્માન આપ્યું અને તમે વિદેશ જઈને દેશની ઈજ્જત ઘટાડી છે. તમારે હોમવર્ક કરવું જોઈતુંહ તું. દેશમાં મહિલાઓનું સંપૂર્ણ સન્માન થાય છે.

RAHUL


બેરોજગારીને કારણે હિંસક ઘટનાઓ

રાહુલે જર્મનીમાં નિવેદન આપ્યું હતું કે દેશમાં બેરોજગારી વધવાને કારણે લોકોમાં ગુસ્સો છે, અને એટલે જ હિંસક ઘટનાઓ વધી રહી છે. કેટલાક વર્ષ પહેલા વડાપ્રધાને નોટબંધીનો નિર્ણય કર્યો અને MSMEની રોકડનોફ્લો અટકાવી દીધો. અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લાખો લોકો બરબાદ થઈ ગયા. મોટી સંખ્યામાં નાના વેપારીઓએ પોતાના ગામ પાછા ફરવું પડ્યુ. જેને લીધે લોકો નારાજ છે. મોબ લિંચિંગને લઈ જે સાંભળીએ છીએ તે આનું જ પરિણામ છે.

કોંગ્રેસના નેતાઓ પર પણ પ્રહાર

ચોમાસુ સત્રમાં પીએમ મોદીને ગળે મળવા મામલે રાહુલે કહ્યું કે તેમના જ પક્ષના કેટલાક લોકોને આ નહોતું ગમ્યુ. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં તેમને ગળે મળીને નફરતનો જવાબ પ્રેમથી આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે ફક્ત ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં લોકોએ નફરતના બદલે ચર્ચા કરવી જોઈએ. નફરત ફેલાવતા ભાષણ અને રાજકારણ કરવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય હોવાનો અર્થ જ અહિંસક છે. સવાલ જવાબ દરમિયાન એક શ્રોતાએ રાહુલ ગાંધીને ભેટવાની ઈચ્છા વ્યક્ત કરી તો રાહુલે તેમને સ્ટેજ પર બોલાવ્યા અને ગળે મળ્યા.


પિતાના હત્યારા અંગે પણ બોલ્યા


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીના હત્યારા અંગે પણ વાત કરી. રાજીવ ગાંધીની હત્યાના મુખ્ય ષડયંત્રકાર વી પ્રભાકરનની મોત પર રાહુલે કહ્યું, 'જ્યારે મેં શ્રીલંકામાં પિતાના હત્યારાને જોયો, તો મને તે સારુ નહોતું લાગ્યુ. મને તેમાં તેનો રડતો પુત્ર દેખાતો હતો.'

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK