અટલજી તેમના નિર્ણયમાં અટલ હતા : નરેન્દ્ર મોદી

દિલ્હીમાં યોજાયેલી સર્વપક્ષીય શોકસભામાં વડા પ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાનનો કર્યો ગુણાનુવાદ

modi



ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા ગઈ કાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી સર્વપક્ષીય શોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તેઓ માત્ર નામથી જ અટલ નહોતા તેઓ પોતાના નિર્ણયમાં પણ અટલ હતા. ૧૧ મેએ અટલજીએ પહેલું પરીક્ષણ કર્યું ત્યાર બાદ સંપૂર્ણ વિશ્વ ભારતના વિરોધમાં થઈ ગયું. જોકે એમ છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ રહેતાં ૧૩ મેએ ફરી પરીક્ષણ કરી વિશ્વને સંદેશ આપ્યો કે ભારત કોઈનાથી ઊતરતું નથી.’

કાશ્મીરનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કાશ્મીરના મુદ્દાને પોતાના દૃષ્ટિકોણથી વિશ્વની સામે મૂકવાનો નિર્ણય અટલજીનો જ હતો. આ પ્રથમ જ વખત બન્યું કે લોકો કાશ્મીરના સ્થાને આતંકવાદ પર ચર્ચા કરવા લાગ્યા. અટલજીએ આખા વિશ્વને આતંકવાદ સાથે અને આતંકવાદની વિરુદ્ધ એમ બે વિચારોમાં વહેંચી દીધું.’


મારે અટલજીની શોકસભા સંબોધવી પડશે એવી કલ્પના કરી નહોતી : લાલ કૃષ્ણ અડવાણી

અટલજીની શ્રદ્ધાંજલિ સભામાં બોલતાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી ભાવુક થઈ ગયા હતા. તેમણે અટલજી સાથેની તેમની ૬૫ વર્ષ જૂની મૈત્રીને યાદ કરતાં જણાવ્યું હતું કે આવી સભાને સંબોધવી પડશે એવી મેં કલ્પના પણ નહોતી કરી.

શ્રદ્ધાંજલિસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા મોહન ભાગવતે અટલજીને યાદ કરીને તેમના દ્વારા દશાવાયેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો હતો. આ શ્રદ્ધાંજલિસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથ સિંહ, વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK