સ્વતંત્રતા દિવસ 2018: પીએમ મોદીએ કહ્યું, 'દિકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ'

દેશ આજે 72મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ દિવસે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

MODI


સમગ્ર દેશ આજે સ્વતંત્રતા દિવસનો પર્વ મનાવી રહ્યો છે. દેશ આજે 72મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ દિવસે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. પીએમ મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે આપણે એવા સમયમાં આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ જ્યારે આપણી દિકરીઓ દેશને ગૌરવ અપાવી રહી છે. નાના નાના આદિવાસી બાળકોએ એવરેસ્ટ સર કરીને દેશનું માન વધાર્યું છે, એટલે આ પર્વ વધુ ખાસ બન્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિશ્વ પ્રવાસ કરનારા નેવીના 6 મહિલા ઓફિસરોનો પણ ઉલ્લેખ કર્યો.


વધુમાં પીએમ મોદીએ કહ્યું કે દેશને આઝાદી સહેલાઈથી નથી મળી. બાપૂને નેતૃત્તવમાં અનેક ક્રાંતિકારીઓ, યુવાનોએ પોતાની જુવાની જેલમાં વીતાવી દીધી. આગામી વર્ષે જલિયાવાલ હત્યાકાંડને 100 વર્ષ પૂરા થશે. જેમણે આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેમને હું નમન કરું છું.


'દલિત, પીડિત, ગરીબોને ન્યાય મળે'

પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યુ છે. અમે ઓબીસીને બંધારણીય દરજ્જો આપ્યો છે. દલિતો, પીડિતો, ગરીબોને ન્યાય મળે તેવો દેશ બનાવવાનું સ્વપ્ન છે. તેમણએ ઉમેર્યુ કે જો શૌચાલય બનાવવામાં 2013ની ગતિથી કામ થયું હોત તો દાયકાઓ વીતી જાત. જો અમે ગામડાઓમાં વીજળી પહોંચાડવા માટે પણ 2013ની જેમ કામ કરીએ તો એકાદ બે દાયકા હજી લાગી જાત. જો 2013ની ગતિથી ઓપ્ટિકલ ફાઈબર લગાવવાનું કામ કર્યું હોત તો ગામડાઓ સુધી પહોંચવામાં પેઢીઓ વીતી જાય. બાબા સાહેબ દ્વારા બનાવાયેલા બંધારણમાં તમામ લોકો માટે ન્યાયની વાત કરાઈ છે. આપણે એ નક્કી કરવું પડશે કે તમામ લોકોને ન્યાય મળે અને એક એવા ભારતનું નિર્માણ થાય જેમાં વિકાસ ઝડપથી થાય


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK