તમારા ટૉયલેટનું પાણી કરોડો કમાઈ રહી છે આ સરકારી એજન્સી...

નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

TOILET



શું તમે ક્યારેય ટૉઈલેટનું પાણી ખરીદવા કે વેચવા અંગે વિચાર્યું છે ? નહીં ને, તો તમે આ વાંચીને ચોંકી જશો, કે ટૉઈલેટનું આ પાણી ઘણું કામનું છે. આ પાણીથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.

તમે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં પહોંચાડો છો તે પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. હવે આ પાણીથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.

ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ

ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.

કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી

ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK