કેવી રીતે મેજર ગોગોઈ સામે થશે તપાસ ? કેમ ચર્ચામાં આવ્યા હતા ગોગોઈ ?

એક સ્થાનિક વ્યક્તિને સૈન્યની જીપ આગળ બંધાયેલો હતો, જેને કારણે પથ્થરબાજો સૈન્યના કાફલા પર હુમલો કરતા અચકાતા હતા. આ વીડિયો સમે આવ્યા બાદ મેજર ગોગોઈ જાણીતા બન્યા હતા

gogoi



મેજર ગોગોઈનું હોમ ટાઉન પતકાઈ પહાડોના જંગલ વચ્ચે ડિબ્રુગઢથી લગભગ 80 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર એક સમયે ઉલ્ફા આતંકીઓનું કેન્દ્ર હતો. હાલમાં અહીં ત્રણ મોટા ઔદ્યોગિક એકમો બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઈઝર કોર્પોરેશન લિમિટેડ, અસમ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને નામરુપ થર્મલ પાવર સ્ટેશન ચાલી રહ્યા છે. મેજર ગોગોઈના પિતા ધર્મેશ્વર ગોગોઈ નામરૂપની સાર્વજનિક બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા છે. તેઓ ઉત્પાદન વિભાગમાં કામ કરતા હતા. ગોગોઈએ ડિબ્રુગઢ અને શિલોંગમાં અભ્યાસ બાદ ભારતીય સૈન્ય અકાદમીમાંથી ડિગ્રી મેળવી. દહેરાદૂન સ્થિત આર્મી કેડેટ કોલેજમાંથી એક અધિકારી બનતા પહેલા 9 વર્ષ સુધી અસમ રેજિમેન્ટની ત્રીજી બટાલિયનમાં જવાન તરીકે સેવા આપી. ડિસેમ્બર 2008માં ગોગોઈને લેફ્ટનન્ટની પદવી અપાઈ .

ગોગોઈ આવ્યા ચર્ચામાં

9 એપ્રિલે શ્રીનગરમાં લોકસભાની પેટાચૂંટણી દરમિયાન સૈન્યનો એક વીડિયો સામે આવ્યો. જેમાં એક સ્થાનિક વ્યક્તિને સૈન્યની જીપ આગળ બંધાયેલો હતો, જેને કારણે પથ્થરબાજો સૈન્યના કાફલા પર હુમલો કરતા અચકાતા હતા. આ વીડિયો સમે આવ્યા બાદ મેજર ગોગોઈ જાણીતા બન્યા હતા. સૈન્ય પ્રમુખ બિપીન રાવતે આતંકવાદ વિરોધી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ ગોગોઈનું સન્માન પણ કર્યું હતું.

આ છે લેટેસ્ટ મામલો


મે મહિનામાં મેજેર ગોગોઈ પોતાની એક મહિલા મિત્ર સાથે હોટેલના રૂમમાં જવા મામલે ફરી ચર્ચામાં આવ્યા હતા. શ્રીનગરના ડલગેટ ખનયાર વિસ્તારમાં આવેલી હોટેલ ગ્રેન્ડ મમતામાં મેજર ગોગોઈના નામે એક રૂમ ઓનલાઈન બુક થયો હતો. પોલીસના કહેવા મુજબ સવારે 11 વાગે ફોન પર માહિતી મળી કે બીરવાહ બડગામથી સમીર અહેમદ એક સ્થાનિક યુવતી સાથે સૈન્ય અધિકારીને મળવા આવ્યો છે, પરંતુ રિસેપ્શન પર હાજર વ્યક્તિએ પોલીસને સૈન્ય અધિકારીના રૂમમાં જવાની મનાઈ કરી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી સમીર અહેમદ, યુવતી અને ગોગોઈની અટકાયત કરી. જે બાદ ગોગોઈને તેમની યુનિટને હવાલે કરી દેવાયા. આ ઘટના પર વિવાદ વકર્યા બાદ આઈજીપી ડૉ.સ્વયંપ્રકાશ પાણીએ એસપી (નોર્થ) શ્રીનગરને તપાસ સોંપી હતી.


આ પણ વાંચોઃમેજર ગોગોઈ પર લેવાશે એક્શન, ડ્યૂટી છોડી હોટલમાં મહિલાને મળવાનો આરોપ


કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ

હવે આ કિસ્સામાં મેજર ગોગોઈની મુશ્કેલી વધી રહી છે. હોટેલમાં મહિલા સાથે મળી આવ્યા બાદ ગોગોઈ વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવાના આદેશ અપાયા છે. તે શ્રીગનરની હોટેલમાં એક મહિલા સાથે મળી આવ્યા હતા. તેમણે આદેશ વિરુદ્ધ જઈને સ્થાનિક નાગરિક સાથે ઓળખાણ વધારવાની ભૂલ કરવા બદલ અને ઓપરેશન એરિયામાં ડ્યુટીનું સ્થળ છોડવા બદલ જવાબદાર ઠેરવાયા છે.

જવાનો માટે આ છે દિશા-નિર્દેશ


સૈન્યના જવાનો કે અધિકારીઓ માટે કેટલાક મુદ્દે કડક નિયમો છે. જે મુજબ કોઈ પણ જવાન પોતાના અધિકારીને જણાવ્યા વિના ક્યાંય આવી જઈ શક્તો નથી. આ ઉપરાંત જવાન સુરક્ષા વિના ક્યાંય જઈ નથી શક્તા. જમ્મુ કાશ્મીર સહિત બીજા રાજ્યો જ્યાં આતંકવાદની ઘટનાઓ બને છે, જ્યાં આતંકવાદી હુમલાની શક્યતા વધુ હોય છે, ત્યાં જવાનોની સુરક્ષા માટે આ નિયમ બનાવાયા છે. નિયમ મુજબ જમ્મુ કાશ્મીરમાં તૈનાત જવાન સ્થાનિકોને ખુલ્લેઆમ મળી નથી શક્તા. તેમણે પોતાની ઓળખ છુપાવવી ફરજિયાત છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK