અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો, જાન્યુઆરીમાં લોન્ચ થશે ચંદ્રયાન-2

આખરે ભારતના સૌથી મહત્વકાંક્ષી ચંદ્રયાન 2 મિશનની તારીખ નક્કી થઈ ચૂકી છે

CHANDRAYAN



આખરે ભારતના સૌથી મહત્વકાંક્ષી ચંદ્રયાન 2 મિશનની તારીખ નક્કી થઈ ચૂકી છે. ઈસરોએ ચંદ્રયાન 2 મિશન જાન્યુઆરીમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મિશન લોન્ચ કરવાની તારીખ વારંવાર આગળ વધારાઈ હતી. ઈસરોએ 2017માં 23 એપ્રિલના રોજ આ મિશન લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ ચંદ્રયાન 2ને ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં લોન્ચ કરવાનું નક્કી થયું, પરંતુ પછી તેને ડિસેમ્બર 2018 સુધી ટાળી દેવાયું. જો કે હવે ઈસરોએ માર્ચ 2019 પહેલા 19 સ્પેસ મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

આ મિશન લોન્ચ કરવાની સાથે જ ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બની જશે. ટેક્નિકલ કારણોસર અત્યાર સુધી મિશન અટકી રહ્યું હતું. પરંતુ હવે ઈસરોની જાહેરાત બાદ ભારતનું સ્વપ્ન ટૂંક સમયમાં જ પુરુ થશે.

ચંદ્ર પર પહોંચવાની રેશમાં બે એશિયન દેશ

અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાની હાજરી નોંધાવી ચૂક્યા છે. હવે ભારત અને ઈઝરાયલ આ બંને દેશો ચંદ્ર પર પહોંચવાની રેસમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ કયો હશે ?

ઈસરો પહેલીવખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારશે યાન


આ મિશન અંતર્ગત ઈસરો પહેલીવાર પોતાનું યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનો પ્રયત્ન કરશે. ભારતનું ચંદ્રયાન 1 ચંદ્રની સપાટી પર પાણી શોધી ચૂક્યુ છે. ચંદ્રયાન 2 આ જ અભિયાનને આગળ વધારશે.

બીજો ચંદ્ર પ્રવાસ, ભારતની યોજના


આ ભારતની બીજી ચંદ્ર યાત્રા છે. ભારતના મૂન રોવરની પહેલી તસવરી ઈસરોના 800 કરોડના ખર્ચે બનેલી પ્રોજેક્ટ ચંદ્રયાન 2નો જ હિસ્સો છે. કહેવાઈ રહ્યું છે કે ચંદ્રયાન 2 મિશન દ્વારા ભારત દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને છ પૈડાવાળા રોવરને સ્થાપિત કરવાની કોશિશ કરશે. જેથી ચંદ્રની સપાટી અંગેની માહિતી મેળવી શકાય. આ મૂન મિશન માટે ઈસરો પોતાનું સૌથી વજનદાર રોકેટ બાહુબલીનો ઉપયોગ કરશે.

આવી રીતે કામ કરશે ચંદ્રયાન 2


મળતી માહિતી અનુસાર ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષા સુધી પહોંચ્યા બાદ લેન્ડર ઓર્બિટરથી છુટુ પડી જશે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડિંગ કરશે. લેન્ડરની અંદર રહેલા 6 પૈડાવાળું રોવર અલગ થઈ જશે અને ચંદ્રની સપાટી પર આગળ વધશે. રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી રહી શકે તે રીતે ડિઝાઈન કરાયું છે, અને તે 150થી 200 કિલોમીટર સુધી ચાલી શક્શે. ઈસરોના ચેરમેનના કહેવા મુજબ રોવર 15 મિનિટની અંદર ચંદ્રની સપાટી અંગેના આંકડા અને ફોટા ઈસરોને મોકલશે. 14 દિવસ બાદ રોવર સ્લીપ મોડમાં જતું રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK