કેરળમાં કુદરનો કેરઃ યુએઈએ 700 કરોડ આપવા દર્શાવી તૈયારી

કેરળમાં પરિસ્થિતિ થોડે અંશે સારી થઈ રહી છે. પરંતુ એ પહેલા કુદરતના પ્રકોપે આખા રાજ્યને હતું ન હતું કરી નાખ્યું છે. જિંદગી અને મોત વચ્ચે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. પાણી ઓસરવાની સાથે મોતનો આંક વધી રહ્યો છે. જે મોતને હાથતાળી આપી બચી શક્યા છે, તેમની પાસે જીવવા માટે કશું બચ્યું નથી.

kerala1



ચાલુ મહિને કેરળમાં થયેલા વરસાદ જેવી સ્થિતિ છેલ્લે 1931માં જોવા મળી હતી. 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ વચ્ચે કેરળમાં 30 ઈંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. હજારો ઘર જમીનદોસ્ત થયા અને લાખો લોકો બેઘર થઈ ચૂક્યા છે. કેરળના મુખ્યમંત્રીએ આપેલી માહિતી મુજબ સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈએ પૂર પીડિતોની મદદ માટે 700 કરોડની મદદ આપવાની જાહેરાત કરી છે. સાથે જ કેરળ કેબિનેટે પૂર બાદ રાહત અને પુનવર્સનની ચર્ચા માટે 30 ઓગસ્ટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે રાજ્યપાલને રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.

હવામાન વિભાગના ક્લાઈમેટ ડેટા મેનેજમેન્ટ એન્ડ સર્વિસિઝના પ્રમુખ પુલક ઠાકુરના મુજબ કેરળમાં છેલ્લે 1941માં આવો ભયંકર વરસાદ પડ્યો હતો ત્યારે રાજ્યમાં 45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અને કેરળમાં ફક્ત પાણી જ પાણી દેખાતું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચાલુ મહિને કેરળમાં પડેલો વરસાદ દર વર્ષે ઓગસ્ટમાં થતા વરસાદ કરતા અઢી ગણો વધુ છે. ઈડુક્કી જિલ્લામાં વરસાદે 111 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પૂરને કારણે આ જિલ્લામાં સૌથી વધુ નુક્સાન થયું છે. ઓગસ્ટમાં અત્યાર સુધી ઈડુક્કીમાં 56 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ પહેલા 1907માં ઈડુક્કીમાં 55 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

kerala2


તમામ લોકોનું માનવું હતું કે આ વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેશે. તો હવામાન વિભાગે પણ આટલા જબરજસ્ત વરસાદની કલ્પના નહોતી કરી. પુલક ગુહા ઠાકુરનાક હેવા મુજબ,' કેરળમાં 1875થી 2017 સુધીમાં ચોમાસુ નબળુ પડી રહ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટ્રેન્ડ બદલાયો છે. એટલે જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહોતી કરાઈ.'

kerala3


કેન્દ્ર સરકારે કેરળના પૂરને ગંભીર કુદરતી આફત જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં કેરળમાં વરસાદ અને પૂરને કારણે 350 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીના કહેવા મુજબ છેલ્લા એક અઠવાડિયામાં થયેલી તારાજી બાદ ગંભીર કુદરતી આફત જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આફત કોષમાંથી વધુ મદદ આપવા વિચારી રહી છે. કેરળમાં વરસાદ અટક્યા બાદ પરિસ્થિતિ થોડીક સુધરી છે, પરંતુ લોકોની મુશ્કેલી જેમની તેમ જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK