કેરળમાં વરસાદનો કેર યથાવત્, મૃત્યુઆંક 67 થયો, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

એક અંદાજ મુજબ 50 હજાર લોકોને રાહત શિબિરોમાં રખાયા છે અને 8 હજાર કરોડથી વધુની કિંમતનો પાક અને સંપત્તિ હતી ન હતી થઈ ચૂકી છે.

KERLA



સતત થઈ રહેલા વરસાદ બાદ કેરળમાં સદીનું સૌથી મોટુ પૂર આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 67 લોકોના મોત થયા છે અને પૂરના પાણી કોચી એરપોર્ટમાં પણ ઘૂસી ચૂક્યા છે. જેને કારણે કોચી એરપોર્ટને શનિવાર બપોર સુધી બંધ કરી દેવાયું છે. રાજ્યના 14માંથી 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ પહેલા રાજ્યમાં આવું ભયંકર પૂર 1924માં આવ્યું હતું.

અલપૂજા કિનારે બુધવારે એક હોડી ડૂબવાથી ત્રણ માછીમારો લાપતા બન્યા છે. હોડીમાં સાત માછીમારો સવાર હતા. મુખ્યમંત્ર પિનરાયી વિજયને સચિવાલયમાં આપાતકાલીન બેઠક યોજી. બેઠના કેન્દ્રમાં નૌસેનાના એરપોર્ટ પર નાના વિમાન લેન્ડ કરવાની પરવાનગી લેવા અંગે નિર્ણય કરાયો. કોચીન એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યુ કે એરપોર્ટમાં સતત પાણી વધવાને કારણએ શનિવારે બપોરે બે વાગ્યા સુધી એરપોર્ટ બંધ કરી દેવાયું છે. એરપોર્ટના કર્મચારીઓ પાણી કાઢવામાં લાગી પડ્યા છે.

દક્ષિણના આ રાજ્યમાં એક અઠવાડિયાથી આકાશમાંથી આફત વરસી રહી છે. અધિકારીઓએ ભયજનક સપાટીએ પહોંચેલા 35 જળાશયોમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું છે. બંધના દરવાજા ખોલવાને કારણે નદીઓમાં પાણી ધસમસતા વહી રહ્યા છે. સીએમ વિજયને ટ્વિટ કરીને માહિતી આપી કે,'રાજ્યના 35 જળાશયમાંથી પાણી છોડાઈ રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ છે.' ડેમની આસપાસ રહેતા લોકોને મંગળવારે જ સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. એક અંદાજ મુજબ 50 હજાર લોકોને રાહત શિબિરોમાં રખાયા છે અને 8 હજાર કરોડથી વધુની કિંમતનો પાક અને સંપત્તિ હતી ન હતી થઈ ચૂકી છે.

કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ બની છે. ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, તો તામિલનાડુમાં સેન્ટ્રલ વોટર કમિશને મંગળવારે કાવેરી નદીને લઈ બીજી ચેતવણી જાહેર કરી છે. અહીં મેટ્ટર ડેમમાં પાણી 120 ફૂટ સુધી પહોંચી ચૂક્યુ છે. કર્ણાટકના કૃષ્ણરાજસાગર અને કાબિની ડેમમાંથી પાણી છોડવાની શક્યતા બાદ એડવાઈઝરી જાહેર કરાઈ છે.

કેરળમાં 60 કિમી પ્રતિકલાકને ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, પઠનમિત્તા, કોટ્ટાયમ, ઈડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર, કોઝિકોડમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઈડુક્કીમાં મુલ્લા પેરિયર ડેમમાં પાણીનું સ્તર વધવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. પેરિયાર નદીની પાસે લગભગ 5 હજાર પરિવારોને રાહત શિબિરમાં ખસેડાયા છે. તો એર્નાકુલમાં 17,874 લોકોને 117 રાહત શિબિરમાં ખસેડાયા છે.

KERALA2

પૂરના પાણી વચ્ચે લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

આ દરમિયાન રાજધાની તિરુઅનંતપુરમના કન્નામ્મુલામાં દેશભક્તિનું ઉદાહરણ આપતા દ્રશ્યો સામે આવ્યા. અહીં સ્થાનિકોએ પૂરના પાણી વચ્ચે ઉભા રહીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. કમર સુધીના પાણીમાં ડૂબેલા હોવા છતા તેમના જુસ્સા પર કોઈ ફરક નથી પડ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK