... તો આ કારણે કુદરતી આફત સમયે વિદેશી મદદ નથી લેતું ભારત

વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ 2004માં સુનામી દરમિયાન અમેરિકા, જાપાન સહિતના દેશોએ સહાય માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ ભારતે તમામનો આભાર માનતા મદદ લેવાનો ઈનકાર કર્યો હતો.

FLOOD


એક સમય હતો જ્યારે દેશમાં કોઈ પણ કુદરતી આફત આવે તો સરકારના પ્રયત્ન વિશ્વ બેન્ક, IMF સહિત વિદેશી સરકાર પાસેથી વધુમાં વધુ આર્થિક મદદ લેવાના થતા હતા, જેથી રાહત કાર્ય ઝડપથી થઈ શકે.  પરંતુ, વર્ષ 2004થી ભારતે કોઈ પણ કુદરતી આફત માટે વિદેશી આર્થિક મદદ લેવાની પરંપરા બંધ કરી છે. જો કે ભારત તરફથી બીજા દેશોને અપાતી આર્થિક મદદ વધે તે તરફ ધ્યાન અપાયું છે. 2004માં સુનામીમાં જબરજસ્ત નુક્સાન છતાંય ભારતે કોઈ અન્ય દેશની મદદ નહોતી સ્વીકારી. આ દરમિયાન શ્રીલંકા, થાઈલેન્ડ સહિત અન્ય દેશોને ભારતે મદદ કરી હતી. એટલે જ હવે જ્યારે કેરળમાં પૂર પ્રકોપને લઈ વિદેશની સરકાર મદદ માટે હાથ લંબાવી રહી છે ત્યારે વિદેશ મંત્રાલયે પોતાના તમામ દૂતાવાસને આ મદદને નમ્રતાપૂર્વક ન સ્વીકારવા નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય દ્વારા ભારત દર્શાવવા માગે છે કે તે પોતાની સમસ્યાઓને પહોંચી વળવા સક્ષમ છે.

વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ 2004માં સુનામી દરમિયાન અમેરિકા, જાપાન સહિતના દેશોએ સહાય માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ ભારતે તમામનો આભાર માનતા મદદ લેવાનો ઈનકાર કર્યો હતો. આ તમામ દેશોને કહેવાયું હતું તેઓ પોતાને ગમતી NGO દ્વારા મદદ કરી શકે છે. ઉલટું ભારતે સુનામીથી પ્રભાવિત શ્રીલંકા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયાને 2.56 કરોડ ડૉલરની સહાય કરી હતી. જે બાદ ભારતે કુદરતી આફત સમયે બીજા દેશોને મદદ કરવાની વધારી છે. 2005માં કાશ્મીરમાં ભૂકંપ સમયે ભારતે પાકિસ્તાનને 2.5 કરોડ ડૉલરની સહાય કરી હતી. 2001માં જાપાનમાં આવેલા ભૂકંપને કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની દુર્ઘટનામાં પણ ભારતે મદદ કરી હતી. તો નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપને પહોંચી વળવા ભારતે એક અરબ ડૉલરની સહાય કરી હતી..

છેલ્લે ભારતે 2004માં બિહારમાં આવેલા પૂર સમયે અમેરિકા અને બ્રિટનની આર્થિક મદદ સ્વીકારી હતી. આ પહેલા 2001માં ગુજરાતના ભૂકંપ સમયે પણ કેટલાક દેશોએ ભારતને મદદ કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા બે દાયકામાં ભારત કોઈ પણ કુદરતી આફતને પહોંચી વળવા સક્ષમ બન્યું છે. કેરળમાં પૂર સમયે આ વાત સાબિત પણ થઈ રહી છે. જે રીતે ઝડપથી બચાવ કાર્ય શરૂ થયું તે સફળતાનો પુરાવો છે. ભારત વિદેશી સરકાર પાસેથી મદદ નથી સ્વીકારતું, પરંતુ વિદેશની ખાનગી સંસ્થાઓ કે એનજીઓ આફત બાદ પુનઃસ્થાપનમાં મદદ કરી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK