રાજકારણના અજાતશત્રુ, કંઈક આવા રહ્યા છે અટલ બિહારી વાજપેયી

હિંદુસ્તાનના રાજકારણના એક અજાતશત્રુ, કોઈ કવિતાના પ્રવાહનું ઉદાહરણ એટલે અટલ બિહારી વાજપેયી. હિંદુસ્તાનના રાજકારણ પર ક્યારેક ન મિટાવી શકાય તેવા હસ્તાક્ષર, તો આજના રાજકારણના ચડાવ ઉતાર વચ્ચે એક વિસામો પણ

ATAL


ટૂટે હુએ સપનો કી સુને કૌન સિસકી
અંતર કો સુન વ્યથા પલકોં પર ઠિઠકી
હાર નહીં માનૂંગા
રાર નહીં ઠાનૂંગા
કાલ કે કપાત પર લિખતા ઔર મિટાતા હૂં
ગીત નયા ગાતા હૂં...

હિંદુસ્તાનના રાજકારણના એક અજાતશત્રુ, કોઈ કવિતાના પ્રવાહનું ઉદાહરણ એટલે અટલ બિહારી વાજપેયી. હિંદુસ્તાનના રાજકારણ પર ક્યારેક ન મિટાવી શકાય તેવા હસ્તાક્ષર, તો આજના રાજકારણના ચડાવ ઉતાર વચ્ચે એક વિસામો પણ. દેશના રાજકારણના કેટલાક દાયકાનો ઈતિહાસ આ નામ સાથે સંકળાયેલો છે. શબ્દોના ઉસ્તાદ અને ભારતના રાજાકરણની એક કવિતા એટલે અટલ બિહારી વાજપેયી.


અટલ બિહારી વાજપેયી આમ તો ભારતના રાજકારણનું એક એવું નામ છે, જેમણે પોતાના વ્યક્તિત્વ અને રચનાઓથી લોકપ્રિયતા તો મેળવી સાથે જ તમામ પડકારોને પહોંચી વળતા 90ના દાયકામાં ભાજપની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી. વાજપેયીના વ્યક્તિત્વનો જ કમાલ હતો કે ભાજપ સાથે એ સમયે તમામ નવા સહયોગી પક્ષ જોડાતા ગયા. અટલજીને હિંદી ભાષા સાથે ઘણો લગાવ હતો. આ લગાવ ત્યારે દેખાયો જ્યારે 1977માં જનતા સરકારમાં વિદેશમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહેલા વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પોતાનું પહેલુ ભાષણ હિંદીમાં આપી તમામ લોકોના દિલમાં હિંદી ભાષા માટે ઉંડો પ્રભાવ પાડ્યો. યુએનમાં વાજપેયીજીનું હિંદીમાં અપાયેલું ભાષણ એ સમયે ખૂબ જ લોકપ્રિય થયું. આ પહેલો મોકો હતો જ્યારે યુએન જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું નામ
ગાજ્યુ હતું. વાજપેયીનું આ સંબોધન યુએનમાં આવેલા તમામ દેશના પ્રતિનિધિઓને એટલું પસંદ આવ્યું કે તમામે ઉભા થઈને તાલીઓ વગાડી હતી. 'વસુધૈવ કુટુંબકમ્'નો સંદેશ આપતા તેમણએ પોતાના સંબોધનમાં મૂળભૂત માનવ અધિકારોની સાથે સાથે રંગભેદ જેવ ગંભીર મુદ્દા પણ ઉઠાવ્યા હતા.અટલજી એ જે ભાષણ આપ્યુ તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે તેમણે હિંદી ભાષાને પોતાના દિલની ખૂબ જ નજીક રાખી છે. એક સારા નેતા હોવા છતાં અટલી સુંદર કવિતાઓ પણ લખતા હતા. જે લોકોને આજે પણ વાંચવી સાંભળવી ગમે છે.

25 ડિસેમ્બર, 1924નો દિવસ, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો. પિતા કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણા દેવીના પુત્ર વાજપેયીનો સંસદીય અનુભવ પાંચ દાયકા કરતા પણ વધુ છે.


1957માં પહેલીવાર બન્યા સાંસદ

વાજપેયી પહેલી વખત 1967માં સાંસદ તરીકે ચૂંટાયા. 1950ના દાયકાની શરૂઆતમાં સંઘની પત્રિકા ચલાવવા માટે વાજપેયીએ કાયદાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો હતો. બાદમાં તેમણે સંઘમાં રાજકીય મૂળિયા મજબૂત કર્યા અને ભાજપનો ઉદારવાદી અવાજ બનીને સામે આવ્યા. રાજકારણમાં વાજપેયીનો પ્રવેશ 1942-45ના ભારત છોડો આંદોલન દરમિયાન સ્વતંત્રતા સેનાની તરીકે જ થઈ ચૂક્યો હતો. કમ્યૂનિસ્ટ તરીકે શરૂઆત તો કરી પરંતુ હિંદુત્વનો ધ્વજ બુલંદ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યપદ માટે સામ્યવાદ ત્યાગી દીધો. સંઘને ભારતીય રાજકારણમા દક્ષિણ પંથી મનાય છે.

અંગ્રેજો સામે લડતા ભોગવી જેલ


બ્રિટિશ શાસનનો વિરોધ કરવા દરમિયાન વાજપેયી કિશોરાવસ્થામાં જેલમાં પણ ગયા હતા, પરંતુ સ્વતંત્રતા સંગ્રામમાં તેમની કોઈ મુખ્ય ભૂમિકા નથી. હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન સંઘ અને જનસંઘનો સાથ લીધા પહેલા વાજપેયી થોડા સમય માટે સામ્યવાદી પણ હતા. પરંતુ દક્ષિણપંથી સંગઠનો સાથે જોડાયા બાદ જનસંઘ અને બાદમાં ભાજપ સાથે તેમના સંબંધ ગાઢ બન્યા.

12 વખત રહ્યા સાંસદ

અટલ બિહારી વાજપેયી 1951માં દેશના સક્રિય રાજકારણનો ભાગ બન્યા. 1955માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. જો કે બાદમાં 1957માં સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી 10 વખત લોકસભાના સાંસદ રહ્યા છે, તો 1962 અને 1986માં રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી, મધ્યપ્રદેશથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. તો તેઓ ગુજરાતથી રાજ્યભાના સાંસદ રહ્યા હતા. 1999માં વાજપેયીના પાકિસ્તાન પ્રવાસની તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ ટીકા કરી હતી, પરંતુ તેઓ બસમાં સવાર થઈને લાહોર પહોંચ્યા હતા. વાજપેયીની આ રાજકીય સફળતાને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં એક નવા યુગની શરૂઆત તરીકે ગણાવાઈ હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાની સૈન્યએ પોતાના સૈનિકોને
કારગીલમાં ઘૂષણખોરી કરાવી, અને આ સંઘર્ષમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો.

1996માં પહેલીવાર બન્યા વડાપ્રધાન

ભાજપ ચાર દાયકા સુધી વિપક્ષમાં રહ્યા બાદ વાજપેયી 1996માં પહેલીવાર વડાપ્રધાન બન્યા, પરંતુ બહુમત ન હોવાને કારણે તેમની સરકાર માત્ર 13 દિવસમાં જ ભાંગી પડી. આંકડાઓ ફરી એકવાર વાજપેયી સાથે રમત રમ્યા અને પૂર્ણ બહુમતી ન હોવાને કારણે 13 મહિના બાદ 1999ની શરૂઆતમાં તેમના નેતૃત્વવાળી બીજી સરકાર પણ પડી ગઈ. AIDMKના પ્રમુખ જયલલિતાએ કેન્દ્રમાં ભાજપની આગેવાની વાળી ગઠબંધન સરકારને આપેલું સમર્થન પાછુ લેતા વાજપેયી સરકાર ધરાશાયી થઈ ગઈ હતી. પરંતુ 1999ની ચૂંટણીમાં વાજપેયી વધુ સ્થિર ગઠબંધન સરકારના આગેવાન બન્યા. અને આ સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ પણ કર્યો. ગઠબંધનને કારણે મજબૂરીમાં ભાજપે પોતાના મૂળ મુદ્દાઓ છોડી દેવા પડ્યા હતા.

ATAL23


કર્યું પરમાણું પરીક્ષણ

11 અને 13 મે, 1998એ પોખરણમાં પાંચ ભૂમિગત પરમાણું પરીક્ષણ કરીને વાજપેયીએ તમામ લોકોને ચોંકાવી દીધા હતા. આ ભારતનું બીજું પરમાણું પરીક્ષણ હતું. આ પહેલા 1974માં પોખરણ 1નું પરીક્ષણ કરાયું હતું. દુનિયાના સંખ્યાબંધ સંપન્ન દેશના વિરોધ છતાંય અટલ સરકારે આ પરીક્ષણને અંજામ આપ્યો. જે બાદ અમેરિકા, કેનેડા, જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના દેશોએ ભારત પર પ્રતિબંધ મૂક્યા હતા. તેમ છતાંય અટલ સરકારે દેશના જીડીપીને આગળ વધાર્યો. પોખરણ પરીક્ષણ અટલ બિહારી વાજપેયીના સૌથી મોટા નિર્ણયોમાંનું એક છે.

ATAL2


ભાષણની શૈલીમાં ભારતીય રાજકારણમાં નહોતો વિકલ્પ

વાજપેયી જ્યારે લોકસભા કે જનસભામાં સંબોધન કરતા ત્યારે તેમના સમર્થકોની સાથે સાથે વિરોધીઓ પણ સાંબલવા ઉત્સુક રહેતા હતા. વાજપેયી પોતાના કવિતામય ભાષણ દ્વારા લોકોને પોતાના ચાહક બનાવી લેતા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK