અનંતમાં વિલીન થયા અટલબિહારી વાજપેયી

રાષ્ટ્રીય સન્માન સાથે ભૂતપૂર્વ વડા પ્રધાનને આપવામાં આવી વિદાય, દત્તક દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ આપ્યો મુખાગ્નિ, અટલ બિહારી અમર રહેના ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ

ATAL1ગઈ કાલે સાંજે મુઠ્ઠી ઊંચેરા રાષ્ટ્રનેતા અટલ બિહારી વાજપેયીને તેમનાં દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યે અગ્નિદાહ દીધો ત્યારે કરોડો ભારતીયોની આંખોમાં આંસુ છલકાયાં હતાં. સૈનિકોએ બ્યુગલ વગાડીને તથા હવામાં ગોળીબાર દ્વારા લશ્કરની ત્રણેય પાંખોની સલામી સહિત રાષ્ટ્રીય સન્માન સાથે વાજપેયીને આખરી વિદાય આપવામાં આવી હતી. વ્યક્તિત્વમાં કવિ અને રાજકારણીનો અનોખો સમન્વય ધરાવતા વાજપેયીના દેહ પર લપેટવામાં આવેલો તિરંગો રાષ્ટ્રધ્વજ હટાવીને તેમની દોહિત્રી નિહારિકાને સોંપવામાં આવ્યો હતો. અટલજીને તેમનાં દત્તક દીકરીએ અગ્નિદાહ દીધો ત્યારે હવામાં ‘અટલ બિહારી અમર રહે’નો ગુંજારવ થયો હતો. બરાબર એ જ વખતે હળવી ઝરમર વરસવા માંડી હતી.

યમુના નદીના કિનારે રાષ્ટ્રીય સ્મૃતિસ્થળ ખાતે ભારત માતાના મહાન સપૂતના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ વગેરે સહિત હજારો લોકોની મેદની હાજર હતી. એ પ્રસંગે ભુતાનના રાજવી જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુક, બંગલા દેશના વિદેશપ્રધાન અબ્દુલ હસન મહમૂદ અલી અને પાકિસ્તાનના કાયદા-વિભાગના પ્રધાન અલી ઝફર જેવા અનેક વિદેશી મહાનુભાવો પણ હાજર હતા. રાષ્ટ્રીય સ્મૃતિસ્થળે મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સમાધિઓની હરોળમાં ગઈ કાલે વાજપેયીજીને આખરી વિદાય આપવામાં આવી હતી.

અનેક બીમારીઓની સારવાર માટે અટલજીને ૧૧ જુલાઈએ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ગુરુવારે સાંજે ૫.૦૫ વાગ્યે તેઓ અવસાન પામ્યા હતા. સર્વસમાવેશક ભારતના સર્જન માટે આજીવન સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયીને યાદ કરવા માટે સફેદ વસ્ત્રોમાં વિશાળ માનવમહેરામણ યમુનાના કિનારે ઊમટ્યો હતો.

દિલ્હીના કૃષ્ણમેનન માર્ગથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ભાજપના હેડક્વૉર્ટર સુધી અને ત્યાંથી રાષ્ટ્રીય સ્મૃતિસ્થળ સુધી વાજપેયીજીની અંતિમયાત્રા દરમ્યાન હજારો શોકમગ્ન લોકોનો મહેરામણ હતો. લોકો તેમના ઘર અને બિલ્ડિંગોની અગાસીઓ પર ઊભા હતા. ફૂલોથી સજાવેલા લશ્કરી વાહનની આગળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્થ્ભ્ના પ્રમુખ અમિત શાહ સહિત કેટલાક નેતાઓ અને અધિકારીઓ ચાલતા હતા. ખાસ કરીને ગ્થ્ભ્ હેડક્વૉર્ટરથી સ્મૃતિસ્થળ સુધીના માર્ગમાં વધારે ભીડ હતી. એ સંજોગોમાં સલામતી-વ્યવસ્થા જાળવવાનું પોલીસ તથા અન્ય સલામતી-દળો માટે અઘરું બની ગયું હતું. અગાઉ આ પ્રકારનાં દૃશ્યો ૧૯૯૧ના મે મહિનામાં કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ તીનમૂર્તિ ભવનથી યમુના નદીના કિનારા સુધી તેમની અંતિમયાત્રા વેળા જોવા મYયાં હતાં.

ગુરુવારે અટલ બિહારી વાજપેયીના અવસાનના સમાચાર જાહેર થયા પછી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ પાસે લોકોનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં. ત્યાર પછી શહેરના કૃષ્ણમેનન માર્ગ પર વાજપેયીના ઘર પાસે અને થોડા કલાકો પછી ગ્થ્ભ્ના હેડક્વૉર્ટરની બહાર લોકોની ભીડ એકઠી થવા માંડી હતી. ગ્થ્ભ્ હેડક્વૉર્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પક્ષના નેતાઓ તેમ જ વિરોધ પક્ષના આગેવાનોએ સદ્ગતને શ્રદ્ધાંજલિ આપી હતી. એક તરફ ગ્થ્ભ્નો ધ્વજ હતો અને પાછળ વાજપેયીની સ્માઇલિંગ પોઝ ધરાવતી તસવીર મૂકવામાં આવી હતી. વડા પ્રધાનના હોદ્દા પર પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરનારા તેઓ પ્રથમ બિનકૉન્ગ્રેસી વડા પ્રધાન હતા.

સવારે કૃષ્ણમેનન માર્ગ પરના ઘરેથી વાજપેયીની અંતિમયાત્રા ગ્થ્ભ્ ઑફિસની દિશામાં લશ્કરી વાહનમાં રવાના થઈ ત્યારે લોકો ‘અટલ બિહારી અમર રહે’ અને ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, અટલજી કા નામ રહેગા’ તેમ જ ‘ભારત માતા કી જય’ અને ‘વન્દે માતરમ્’ના સૂત્રોચ્ચાર સાથે આગળ વધ્યા હતા.

ATAL


વાજપેયીના ચાહકો છેક તામિલનાડુથી પ્લેનમાં દિલ્હી પહોંચ્યા હતા

સ્મૃતિસ્થળે રાજકારણમાં ઝાઝો રસ ન હોય એવા પણ વાજપેયીના હજારો ચાહકો હતા. બિહારના સિવાનના રહેવાસી ૨૭ વર્ષના ખુશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘મને રાજકારણમાં ઝાઝો રસ નથી, પરંતુ એકાદ વખત વાજપેયીજી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને મળવાની ઇચ્છા હતી. એ બન્ને જીવતા હતા ત્યારે તેમને મળી શક્યો નહોતો, પરંતુ વાજપેયીજીનાં અંતિમ દર્શન માટે અહીં આવવાનો નિય કર્યો હતો.’

૩૮ વર્ષના ગણેશન અને ૪૫ વર્ષના ચેન્નૈયા નંદેસન અટલજીનાં અંતિમ દર્શન માટે ખાસ તામિલનાડુથી પ્લેનમાં પહોંચ્યા હતા. એ બન્નેએ હિન્દી અને ઇંગ્લિશમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અચ્છા પૉલિટિશ્યન, અચ્છા પાર્લમેન્ટેરિયન, પ્યૉર મૅન.’

વાજપેયીનાં અંતિમ દર્શન માટે દૂર-દૂરથી આવેલા લોકોમાં ઉત્તર પ્રદેશના બાગપતથી સ્કૂટર પર આવેલા પચીસ વર્ષના આકાશકુમારનો પણ સમાવેશ હતો. ૭૦ કિલોમીટર દૂરના વતનથી આવેલા આકાશકુમારે મીડિયાને જણાવ્યું હતું કે ‘હું ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં વાજપેયીજીનું એક પ્રવચન સાંભYયું હતું. એ વખતથી તેમનું ખૂબ આકર્ષણ છે. તેમની કવિતાઓ પણ મને અત્યંત પ્રિય છે.’

ગ્થ્ભ્ના નેતા અને સંસદસભ્ય અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ‘વાજપેયીજીની પ્રશંસાનાં લખાણો અને પુસ્તકો છપાયાં છે. રાજકીય વિfલેષણકારોએ વાજપેયીજીના જીવનની અને કાર્યોની સમીક્ષા કરી છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિ દર્શાવે છે કે તેઓ લોકોના હૃદયમાં રહેતા હતા. વાજપેયીજીના અવસાનથી ફક્ત ભારતે એક મુઠ્ઠીઊંચેરો નેતા ગુમાવ્યો નથી, વિશ્વે એક મહાન મુત્સદ્દી ગુમાવ્યો છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK