કેરળમાં પૂર બાદ હવે 'રેટ ફીવર'નો આતંક, 14 જિલ્લામાં 43 મોત

કેરળ હજી પૂરના પ્રકોપમાંથી બહાર નથી આવ્યું, ત્યાં જ રાજ્યમાં નવી મુસીબત આવી છે

kerala flood



કેરળ હજી પૂરના પ્રકોપમાંથી બહાર નથી આવ્યું, ત્યાં જ રાજ્યમાં નવી મુસીબત આવી છે. ભયંકર પૂરના પગલે કેરળમાં હવે રોગચાળો પ્રસરી રહ્યો છે. પાણીને લીધે ફેલાતી બીમારીઓના કેસ વધી રહ્યા છે. રેટ ફીવર એટલે કે લેપ્ટોપાઈરોસિસે કેરળમાં કોહરામ મચાવ્યો છે. આ રેટ વાઈરલ એટલો ખતરનાક છે કે 20 ઓગસ્થી આ જ સુધીમાં 43 લોકોના મોત થઈ ચૂક્યા છે. મળતી માહિતી મુજબ માત્ર રવિવારે જ આ બીમારીથી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરિસ્થિતિ કથળી રહી છે જેને પગલે કેરળના કાસરગોડ સિવાય બાકીના 13 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે.

સૌથી વધુ કોઝીકોડ અને મલપ્પુરમમાં અસર

આ બીમારીના કેસ સતત વધી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ લગભગ 250 લોકો રેટ ફીવરનો શિકાર બની ચૂક્યા છે. આ તમામની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પાછલા પાંચ દિવસમાં આ બીમારીના 150 કેસ સામે આવ્યા છે. રેટ ફીવરના સૌથી વધુ કેસ કોઝીકોડ અને મલપ્પુરમમાં નોંધાઈ રહ્યા છે.

લોકોને અપીલ


આ દરમિયાન આરોગ્ય મંત્રી કે. કે. શૈલજાએ રાજ્ય સરકારને તમામ જરૂરી પગલાં લઈ રહી છે. સાથે જ પાણીના સંપર્કમાં રહેલા તમામ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તો સફાઈનું કામ કરતા લોકોને 'ડોક્સીસાઈલીન'નો ડોઝ લેવા નિર્દેશ કરાયા છે. તો સરકારે લોકોને ડોક્ટરની સલાહ વગર દવા ન લેવા પણ ચેતવણી અપાઈ છે.

kerala2


'રેટ ફીવર'ના લક્ષણ

આ રોગમાં લોકોનો ઝડપથી તાવ આવવો, ઠંડી લાગવી. પેટમાં દુખાવો અને ખંજવાળ આવી શકે છે. મળતી માહિતી મુજબ કિડની અને લિવરની બીમારી હોય તેવા લોકોને આ બીમારી ઝડપથી થાય છે.

શું છે લેપ્ટોપાઈરોસિસ ?

લેપ્ટોપાઈરોસિસ એક એવી બીમારી છે જે ઉંતર, શ્વાન કે બીજા સ્તનધારી પ્રાણીઓમાં જોવા મળે છે. આ બીમારી સહેલાઈથી ફેલાઈ જાય છે. આ બીમારી લેપ્ટોસ્પાયરા નામના બેક્ટેરિયાને કારણે ફેલાય છે. વરસાદની સિઝન દરમિયાન આ બેક્ટેરિયા વધુ તાકાતવાન થાય છે. કોઈ વ્યક્તિને ઈજા થાય તો ઘામાંથી સંક્રમણ ઝડપથી ફેલાય છે.

મફત મળશે દવાઓ

ઉલ્લેખનીય છે કે સીએમ પિનરાઈ વિજયન હાલ સારવાર માટે અમેરિકામાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી પી જયરાજન મુખ્યમંત્રી આફત રાહત કોશની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે આ રોગને પહોંચી વળવા માટે મફત દવા આપવાની જાહેરાત કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK